હિંમતનગરમાં તસ્કરો અને વાહનચોરોનો ત્રાસ, બુકાનીધારી બાઈક ચોર CCTVમાં કેદ, જુઓ

સાબરકાંઠા જિલ્લામાં તસ્કરોએ ત્રાસ મચાવી મૂક્યો છે. નાની મોટી ચોરીઓ થવી એ સામાન્ય બની ચૂક્યુ હોય એવી સ્થિતિ સર્જાઈ છે. હિંમતનગર શહેરમાં તસ્કરોએ ત્રાસ મચાવવા સાથે વાહન ચોરીની ઘટનાઓ મુખ્ય મથક સહિત જિલ્લામાં ભરમાં છેલ્લા કેટલાક દિવસોથી વધવા લાગી છે. હિંમતનગર શહેરમાં આવેલા ખાડીયા વિસ્તારમાં એક બાઈક ચોરી કરવાની ઘટના CCTVમાં કેદ થઈ છે.

| Updated on: Nov 21, 2023 | 8:37 PM

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ચોરીની ઘટનાઓનુ પ્રમાણ વધી ચૂક્યુ છે. જિલ્લામાં ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યાં હવે વાહન ચોરીની ઘટનાઓ પણ વધવા લાગી છે. હિંમતનગર શહેરના ખાડીયા વિસ્તારમાં બે શખ્શો રાત્રીના દરમિયાન બાઈખ ચોરી કરીને ભાગી જતા CCTVમાં કેદ થયા છે.

આ પણ વાંચોઃ રમ વિશે કરવામાં આવતા દાવા કેટલા સાચા, ખરેખર શિયાળામાં હોય છે ફાયદાકારક?

ત્રણેક દિવસ અગાઉની આ ઘટના અંગે બી ડિવિઝન પોલીસે હવે CCTV વીડિયો આધારે તપાસ હાથ ધરી છે. CCTV વીડિયો મુજબ બે શખ્શો મોંઢા પર રુમાલ બાંધીને આવ્યા હતા અને બંને જણાએ સિફતાઈ પૂર્વક બાઈક ચોરી આચરી હતી. છેલ્લા કેટલાક સપ્તાહમાં બાઈક ચોરીનુ પ્રમાણ વધવાને લઈ લોકોમાં પણ રોષ વ્યાપ્યો છે. ટ્રાફિકની સમસ્યાથી પરેશાન લોકો રાત્રે તસ્કરોથી પરેશાન છે. આમ શહેરના કાંકણોલ રોડ, ગાયત્રી મંદિર રોડ, મહાકાળી મંદિર રોડ, સહકારી જીન વિસ્તાર, હડિયોલ રોડ, નવા રોડ, બેરણાં રોડ સહિતના રહેણાંક વિસ્તારોમાં લોકોમાં તસ્કરોને લઈ ફફડાટ વ્યાપી રહ્યો છે. તલોદમાંથી પણ બેટરીની ચોરી તસ્કરો ઉઠાવી ગયાની ઘટના પણ નોંધાઈ છે.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">