Rajkot : મવડી વિસ્તારમાં બાઈક પર આવેલા 2 શખ્સે ઘરમાં લગાવી આગ, CCTVમાં કેદ થયા દ્રશ્યો, જુઓ Video
ગુજરાતમાં દિવસે દિવસે આગ લાગવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. કેટલીક આગ શોર્ટસક્રિટ અથવા તો અન્ય ખામીના કારણે લાગી હોવાનું સામે આવતુ હોય છે. પરંતુ રાજકોટના મવડી વિસ્તારમાં એક ઘર બહાર 2 શખ્સો દ્વારા આગચંપીની ઘટના સામે આવી છે.

સંપૂર્ણ ઘટનાની વાત કરીએ તો મારુતીનંદન સોસાયટીમાં 2 શખ્સો દ્વારા એક મકાનના દરવાજા નજીક જ્વલનશીલ પ્રવાહી નાખી આગ લગાડવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જો કે આગ લગાવનાર 2 શખ્સો CCTVમાં કેદ થયા છે. પરંતુ ક્યાં કારણોસર શખ્સોએ ઘર બહાર આગ ચાંપી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
બીજી તરફ અમદાવાદના સનાથલ ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. ગોડાઉનમાં આગ લાગતા જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. તેમજ દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટે જોવા મળ્યા હતા. ફાયર વિભાગની 11 ગાડીઓ અને 6 અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.