Kheda : વાત્રક નદીના પૂરમાં પશુપાલકો જીવના જોખમે નદી પાર કરતા જોવા મળ્યો, Video સોશિયલ મીડિયા પર થયો વાયરલ
ખેડા જિલ્લાના માતર તાલુકામાં વાત્રક નદીના પૂરના પ્રકોપના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે, માતર તાલુકાના બરોડા ગામ પાસેથી પસાર થતી વાત્રક નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હોવા છતાં, કેટલાક પશુપાલકો પશુઓને નદીના ઊંડા પાણીમાંથી પસાર કરાવી રહ્યા હતા.

પશુપાલકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર !
આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.પશુપાલકો પશુઓ સાથે જોખમી રીતે નદી પાર કરી રહ્યા છે. એક તરફ નદીમાં ધમસમતો પ્રવાહ છે તો બીજી તરફ જીવની પરવા કર્યા વગર પશુપાલકો નદી પાર કરી રહ્યા છે. આ દ્રશ્યો ચોમાસા દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં પશુપાલકોની મુશ્કેલીઓ અને મજબૂરીની ચાડી ખાઈ છે. કારણ કે પશુઓ માટે ચારો અને ઘાસચારો મેળવવા માટે આવા જીવલેણ જોખમો ઉઠાવવા માટે પશુપાલક મજબૂર બને છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના