Gujarat Election 2022 : ચૂંટણીના માહોલ વચ્ચે રાજકારણ તેજ, સુરતમાંથી ઝડપાયેલી લાખોની રોકડનું આખરે કોંગ્રેસ કનેક્શન આવ્યુ સામે

ગઈકાલે જ સુરત શહેર કોંગ્રેસ નેતાએ કારમાંથી 75 લાખની રોકડ મળવાની ઘટનાને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું હતું. જોકે ગણતરીના કલાકોમાં જ કોંગ્રેસની પોલ ખુલી ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2022 | 11:49 AM

 ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 :  સુરતના મહિધરપુરામાં કારમાંથી ઝડપાયેલી લાખોની રોકડનું આખરે કોંગ્રેસ કનેક્શન સામે આવ્યું છે. ઝડપાયેલા બે આરોપીમાંથી ઉદય ગુર્જર નામનો શખ્સ કોંગ્રેસ સાથે સંકળાયેલો છે. તે રાજસ્થાન યુથ કોંગ્રેસ સાથે સીધી રીતે સંકળાયેલો છે. અશોક ગેહલોત હોય કે પછી રઘુ શર્મા,  દરેક સાથે તે જોવા મળે છે. તે રાહુલ ગાંધી ગાંધીની સભામાં પણ હાજર હતો.

સુરતમાં કારમાંથી જે સ્થળેથી રોકડ ઝડપાઈ હતી, ત્યાંના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં એક વ્યક્તિ ભાગતા જોવા મળે છે. પોલીસને આશંકા છે ક,  CCTVમાં ભાગતા જોવા મળતો શખ્સ બી.એમ. સંદીપ હોઈ શકે છે. આપને જણાવી દઈએ કે, બી.એમ. સંદીપ કોંગ્રેસના નેતા છે.

કોંગ્રેસે ભાજપનું ષડયંત્ર હોવાનો લગાવ્યો હતો આરોપ

મહત્વનું છે કે ગઈકાલે જ સુરત શહેર કોંગ્રેસ નેતાએ કારમાંથી 75 લાખની રોકડ મળવાની ઘટનાને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું હતું. જોકે ગણતરીના કલાકોમાં જ કોંગ્રેસની પોલ ખુલી ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે. મહત્વનું છે કે ગઈકાલે જે કારમાંથી રૂપિયા મળ્યા હતા તે કારમાં કોંગ્રેસના પેમ્ફલેટ્સ પણ હતા. જેને પગલે એવી શક્યતા સેવાઈ રહી હતી કે લાખોની રોકડનું કનેક્શન કોંગ્રેસ સાથે હોઈ શકે છે. જોકે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે 75 લાખની રોકડનું કોંગ્રેસ સાથે કનેક્શન છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">