Mehsana : દીકરી જન્મતા પતિએ પત્નીને આપ્યા ત્રણ તલાક, જાણો શું છે સંપૂર્ણ ઘટના, જુઓ Video
મહેસાણામાં ત્રણ તલાકની ઘટના સામે આવી છે. મહેસાણામાં દીકરી જન્મતા પરિણીતાને ત્રણ તલાક આપ્યા હોવાની ઘટના સામે આવી છે. દીકરાને બદલે દીકરી જન્મતા પતિએ છૂટાછેડા આપ્યા છે.
મહેસાણામાં ત્રણ તલાકની ઘટના સામે આવી છે. મહેસાણામાં દીકરી જન્મતા પરિણીતાને ત્રણ તલાક આપ્યા હોવાની ઘટના સામે આવી છે. દીકરાને બદલે દીકરી જન્મતા પતિએ છૂટાછેડા આપ્યા છે. મહેસાણાના શોભાસણ રોડ પર રહેલી પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે.
2007માં લગ્ન બાદ દીકરીનો જન્મ થયો હતો. છેલ્લા 4 વર્ષથી પતિ સહિત સાસરિયાના હેરાન કરતા હોવાનું પણ સામે આવ્યું છે. પતિ, સસરા, સાસુ, નણંદ અને મામી સાસુ સામે પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે. વિસનગર શહેર પોલીસ મથકે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મહેસાણામાં અગાઉ પણ બની હતી ત્રિપલ તલાકની ઘટના
બીજી તરફ આ અગાઉ પણ મહેસાણા શહેરમાં ટ્રિપલ તલાકનો મામલો સામે આવ્યો હતો. 11 વર્ષના લગ્ન જીવન બાદ પતિને પત્ની ગમી નથી રહી. તું ગમતી નહી હોવાનું કહીને પતિએ પત્નીને ટ્રિપલ તલાક આપ્યાની ઘટના બની હતી. જેને લઈ શોભાસણ વિસ્તારમાં આવેલા સાહિલ ટાઉનશીપમાં રહેતી મહિલા રિઝવાનાબાનુ મનસુરીએ પતિ ઇમરાનહુસેન મનસુરી સામે ફરિયાદ નોંધાવી હતી.

CBIએ રેલવે અધિકારીઓ પાસેથી 650 ગ્રામ સોનું - 5 લાખ રોકડા જપ્ત કર્યા

સાયકલની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 2 આરોપીની કરી ધરપકડ

DRM ઓફિસ પર CBIની રેડ, લાંચમાં 400 ગ્રામ સોનું માગ્યાનો થયો ખુલાસો

મધ્યપ્રદેશના 1 વર્ષના બાળકની અન્નનળીમાં શિંગોડાની છાલ ફસાઈ
