નડિયાદના શ્રેયસ ગરનાળામાં ફસાઈ કાર, કારને બહાર કાઢવા માટે ક્રેનની લેવાઈ મદદ, જુઓ Video
સમગ્ર રાજ્યમાં જ્યારે લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ છે. ત્યારે નડિયાદના શ્રેયસ ગરનાળામાં કાર ફસાઈ હતી. ભારે વરસાદના કારણે નડિયાદના શ્રેયસ ગરનાળા નીચે થી પસાર થતી કાર પાણીમાં ફસાઈ જોકે આ બાદ કારને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી. સતત પડી રહેલા વરસાદને કારણે ગરનાળામાં પાણી ભરાયા હતા.
ખેડાના નડિયાદના શ્રેયસ ગરનાળામાં કાર ફસાઈ હોવાની ઘટના બની હતી. ભારે વરસાદના કારણે નડિયાદના શ્રેયસ ગરનાળા નીચેથી પસાર થતી કાર પાણીમાં ફસાઈ હતી. કારમાં બે વ્યક્તિઓ સવાર હતા. કારને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી. કારમાં સવાર બન્ને વ્યક્તિઓ સહી સલામત બહાર નીકળી ગયા.
મહત્વનુ છે કે ખેડા કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદી બે કાંઠે થઈ છે. વણાકબોરી વિયરમાંથી 7 લાખ ક્યૂસેક પાણી છોડાયું. ખેડા, વડોદરા, આણંદના કાંઠાના ગામડાઓન એલર્ટ પર છે. મહિસાગર નદી ઉપરનો ગળતેશ્વર બ્રિજ બંધ કરાયો છે. ગળતેશ્વર મામલતદાર, પોલીસ અને વહીવટીતંત્ર ખડેપગે છે.

એક દિવસમાં ભારતે પાકિસ્તાનને ત્રણ ગેમમાં હરાવ્યું, બે ગોલ્ડ જીત્યા

હિના ખાનના ગ્લેમરસ લુકના દિવાના થયા ફેન્સ, જુઓ Photos

IRCTC ટૂર પેકેજ દ્વારા કરો ભૂટાનનો પ્રવાસ, જાણો પેકેજની વિગતો

રેડ રાઇસ ખાવાથી ઘટશે વજન, જાણો તેના ફાયદા

ક્યાં રહે છે સૌથી વધુ મુસ્લિમો ?

ઓક્ટોબરમાં OTT પર ધૂમ મચાવશે, આ ફિલ્મ અને વેબ સિરીઝ થશે રિલીઝ
Latest Videos