AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દર વર્ષે વિનાશ વેરનાર નર્મદાના પૂર સામે તંત્ર બાથ ભીડશે, “ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ” કહેવત ભૂતકાળ બનાવવા IAS અધિકારી તુષાર સુમેરાએ Flood Control Formula બનાવી

ભરૂચ માટે કહેવત રહી છે કે ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ...  ગુજરાતની જીવાદોરી નર્મદા દર વર્ષે ચોમાસામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે અને નર્મદાના પૂરના પાણી વિનાશ વેરે છે. પરિસ્થિતિ સામે હાર ન માની પૂરના પાણી ઓસર્યા બાદ ભૃગુકચ્છ ફરી બેઠું થઇ જાય છે.

દર વર્ષે વિનાશ વેરનાર નર્મદાના પૂર સામે તંત્ર બાથ ભીડશે, ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ કહેવત ભૂતકાળ બનાવવા IAS અધિકારી તુષાર સુમેરાએ Flood Control Formula બનાવી
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2023 | 3:06 PM
Share

Bharuch : ભરૂચ માટે કહેવત રહી છે કે ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ…  ગુજરાતની જીવાદોરી નર્મદા દર વર્ષે ચોમાસામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે અને નર્મદાના પૂરના પાણી વિનાશ વેરે છે. પરિસ્થિતિ સામે હાર ન માની પૂરના પાણી ઓસર્યા બાદ ભૃગુકચ્છ ફરી બેઠું થઇ જાય છે. ચોમાસામાં નર્મદા ડેમ(Narmada Dam) તરફથી નદીમાં જળસ્તર વધવાના અહેવાલો સાંપડે કે તુરંત ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારના હજારો લોકો અને ખેડૂતોના જીવ તાળવે ચોંટી જાય છે.

નર્મદાના પૂર અને ડેમમાંથી છોડાતા પાણીના પ્રમાણ સામેની અસરનો ઉંડાણપૂર્વકનો અભ્યાસ કરાયો

1,312 કિમિ લાંબી નદીના મુખપ્રદેશમાં વસવાટ છતાં ભરૂચવાસીઓએ હવે પૂરની જોખમી પરિસ્થિતિના ભયનો નહીંવત સામનો કરવો પડશે. આ સમસ્યા રાજ્યના ખ્યાતિપ્રાપ્ત સનદી અધિકારી અને ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ હલ કરી છે. તુષાર સુમેરાએ નર્મદાના પૂર અને ડેમમાંથી છોડાતા પાણીના પ્રમાણ સામેની અસરનો ઉંડાણપૂર્વકનો અભ્યાસ કરી એક ફોર્મ્યુલા તૈયાર કરી છે. આ ફોર્મ્યુલા ચોક્કસ સમયે ચોક્કસ માત્રામાં પાણી ડાઉન સ્ટ્રિમમાં છોડવાનું ગણિત છે જે ગતવર્ષે પ્રાયોગિક ધોરણે અજમાવવામાં આવતા નુકસાનને મહત્તમ અંશે ટાળી શકવાના કારણે હવે સત્તાવાર અમલ કરવામાં આવશે.

સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાય એટલે ડાઉન સ્ટ્રિમમાં પાણી છોડવાનો તંત્ર નિર્ણય લે છે. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ ઇન્દિરા સાગર ડેમના 12 મીટરના 12 સ્પિલવે ગેટ ખોલવામાં આવ્યા છે સાથે  08 પાવર હાઉસમાંથી કુલ 34736 ક્યુમેક્સ એટલે ​​​કે, આશરે 12.26 લાખ ક્યુસેક છોડવામાં આવે છે અને ઓમકારેશ્વર ડેમમાંથી પણ છોડવામાં આવે છે. હાલ સરદાર સરોવર જળાશય ભરવાનું ચાલુ રાખવામાં આવ્યું છે.

સીઝનમાં પહેલીવાર નર્મદા ડેમના દરવાજા ખોલાયા

સરદાર સરોવર નર્મદા બંધમાં આજે તારીખ 16/09/2023 ના રોજ 11:00 કલાકે જળાશયનું સ્તર 135.82 મીટરે પહોંચ્યું છે. સરદાર સરોવર ડેમના રેડિયલ ગેટ્સને ઓપરેટ કરવાની જરૂર પડી શકે છે. આ માટે વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાઓ માટે નદી કિનારે આવેલા ડાઉનસ્ટ્રીમ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. પાણીની આવકમાં 2 કલાક્મા 3.64 લખ ક્યુસેકનો વધારો થયો છે. પાણીની આવક હાલ 5.31 લાખ ક્યુસેક છે. તંત્રએ ડાઉન સ્ટ્રિમમાં પાણી છોડવાની તૈયારી હાથ ધરી કાંઠાના ગામોને એલર્ટ કર્યા છે.

Flood Control Formula ની પરીક્ષા

ભરૂચમાં ફ્લડ વોર્નિંગ અને ફ્લડ મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ચોક્કસ અભ્યાસ બાદ ભરૂચમાં અલગ – અલગ સ્થળે વોર્નિંગ અને સેન્સર પોઇન્ટ ઇન્સ્ટોલ કરાવ્યા છે. આ સિસ્ટમ વધતા જળસ્તરની માહિતી અને વોર્નિંગ આપશે. બીજી તરફ ડેમમાંથી વધુ માત્રામાં પાણી છોડવાના કારણે ભરૂચ નજીક નર્મદામાં પૂરની સ્થિતિ સર્જાય છે. આ પાણી ઓસરવાની ગતિ ભરતી -ઓટના સમયે વધુ અસર દર્શાવતી હોય છે. તંત્ર હવે સમુદ્રનું ભરતીના ગણિતના આધારે ડેમમાંથી પાણી છોડશે જેના કારણે એક ચોક્કસ માત્ર સુધી છોડાતું પાણી જે અત્યારસુધી પૂરનું સ્વરૂપ ધારણ કરતું હતું જે મહદંશે અસર પણ વર્તાવશે નહીં.

AI નો ઉપયોગ કરી નર્મદાના પૂરનું સંકટ ટાળવામાં આવશે : તુષાર સુમેરા, કલેકટર , ભરૂચ

ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે નર્મદાનું જળસ્તર રિઅલટાઈમ મોનિટર કરવા અને સ્થિતિનો અભ્યાસ કરવા AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચોક્કસ સમયે ડેમમાંથી પાણી છોડવામાં આવે તો પૂરનું સંકટ મહદઅંશે ટાળી શકાય તેમ છે.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
g clip-path="url(#clip0_868_265)">