આ ગામમાં મળતિયાઓને ફાયદો કરાવવા મતદાર યાદીમાં છબરડાનો આક્ષેપ! હાઇકોર્ટમાં અરજી

Panchmahal: રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર થતા પંચમહાલના ગ્રામ્યકક્ષાએ રાજકીય માહોલ ગરમાયો છે. ગોધરાના ભલાણીયામાં મતદાર યાદીમાં છબરડાનો આરોપ સામે આવ્યા છે.

Panchmahal: ગ્રામ પંચાયતોની ચૂંટણીની (Gram Panchayat Election) તારીખોની જાહેરાત સાથે જ પંચમહાલ જીલ્લાના ગ્રામ્યકક્ષાએ રાજકીય માહોલ ગરમાયો છે. ગોધરાના (Godhara) ભલાણીયા ગામમાં મતદાર યાદીમાં છબરડા થયા હોવાનો આક્ષેપ થયો છે. મતદાર યાદીમાં લગભગ 57 મતદારોને અલગ વોર્ડમાં મૂકી દેવાયાના આક્ષેપ થયા છે. સામાજિક કાર્યકર દ્વારા મામલતદાર, કોમ્પુટર ઓપરેટર, તલાટી અને BLO વિરુદ્ધ હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી છે.

ગ્રામજનોનો આરોપ છે કે કુલ 50થી 60 મતદારોના ઘર નંબરો મનસ્વી રીતે બદલી દેવામાં આવ્યાં છે. આડેધડ ઘર નંબરો ગોઠવીને વોર્ડની યાદી બનાવવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. તો 14 મતદારોના ઘર હોવા છતાં પણ ઘર નંબરનો ઉલ્લેખ જ કરાયો નથી. મળતિયાઓને ચૂંટણીમાં ફાયદો કરાવવા માટે કૌભાંડ કરાયું હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યાં છે.

જણાવી દઈએ કે રાજ્ય ચૂંટણી પાંચ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર 4 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. તો 6 ડિસેમ્બર સુધી ચૂંટણી ફોર્મની ચકાસણી થશે. EC અનુસાર 7 ડિસેમ્બર પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે.

રાજ્યભરમાં તો 19 ડિસેમ્બર ના રોજ મતદાન થશે. જો જરૂર જણાય તો ફરીથી 20 ડિસેમ્બરે મતદાન કરવામાં આવશે. આ મતદાનની મતગણતરી 21 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા 24 ડિસેમ્બરે પુન કરવામાં આવશે. ચૂંટણીની સમગ્ર મતદાનની વ્યવસ્થા માટે 17 પ્રાંત અધિકારીઓને જવાબદાર સોંપવાની માહિતી પણ સામે આવી છે.

 

આ પણ વાંચો: Big News: ખરાબ વાતાવરણમાં નવાબંદરની આશરે 13 થી 15 બોટ ડૂબી, 10થી 15 માછીમારો લાપતા

આ પણ વાંચો: નડિયાદ શહેરના કોંગ્રેસ પ્રમુખ અને એક નામચીન ડૉક્ટરની થઈ ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati