રાધનપુર અને સમીમાં કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં નર્મદાના પાણી ભરાયા, તળાવ જેવા સર્જાયા દ્રશ્યો, જુઓ
પાટણના રાધનપુર તાલુકામાં નર્મદાની કેનાલ ઓવરફ્લો થવાને લઈને ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. ખેતરોમાં પાણી ભરાઈ જવાને લઈ ખેડૂતોએ મોટું નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે. ખેતરો તળાવ સમાન જોવા મળી રહ્યા છે અને ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે.
રાધનપુર તાલુકામાં નર્મદાની કેનાલ ઓવરફ્લો થવાના સમાચાર આવ્યા છે. કેનાલ ઓવર ફ્લો થવાને લઈ રાધનપુરના સાંતોલ નજીક ખેતરો તળાવ સમાન જોવા મળી રહ્યા છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાને લઈ ખેતીના તૈયાર પાકને મોટું નુક્સાન થયુ છે. ખેતરો તળાવ સમાન બની ચૂક્યા છે. જેને લઈ ખેતરોમાં ઘૂંટણ સમાન પાણી ભરાયા હતા.
આ પણ વાંચો: શિક્ષણ જગતના જાણીતા ગામની સરકારી શાળામાં તસ્કરો ત્રાટક્યા, ફરિયાદની મંજૂરી આપવામાં 2 સપ્તાહ વિત્યા!
આ ઉપરાંત સમી તાલુકાના સાકોતરીયા વિસ્તારમાં કેનાલ ઓવરફ્લો થઈ હતી. જ્યાં પણ ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. કેનાલ ઓવરફ્લો થવાને લઈ ખેતરમાં પાણી ભરાઈ જવાને લઈ જીરું, ચણા સહિતના પાક પાણીમાં ડૂબી ગયા હતા.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
