BZ Group Scam : કરોડો રુપિયાનું ફુલેકું ફેરવનાર આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને રાહત, રોકાણકારોને નાણા પરત કરવાની શરતે મળ્યા જામીન, જુઓ Video
ગુજરાતમાં ચકચારી મચાવનાર BZ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કોર્ટે જામીન મંજૂર કર્યા છે. BZ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાને ગુજરાત હાઇકોર્ટે શરતોને આધારે જામીન મંજૂર કર્યા છે. હાઈકોર્ટે રોકાણકારોના નાણા પરત આપવાની શરતો સાથે જામીન આપ્યા છે.
ગુજરાતમાં ચકચારી મચાવનાર BZ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કોર્ટે જામીન મંજૂર કર્યા છે. BZ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાને ગુજરાત હાઇકોર્ટે શરતોને આધારે જામીન મંજૂર કર્યા છે. હાઈકોર્ટે રોકાણકારોના નાણા પરત આપવાની શરતો સાથે જામીન આપ્યા છે. ત્યારે 8 મહિનાથી વધુના જેલવાસ બાદ આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને રાહત મળી છે.
રોકાણકારોને નિયમિત નાણાં ચૂકવણીની બાંહેધરી સહિતની શરતોના આધારે આરોપીને જામીન આપ્યા છે. જો કે પ્રથમ તબક્કે BZ ગ્રુપ દ્વારા ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રૂપિયા પાંચ કરોડ જમા કરાવ્યા છે. સમયાંતરે રોકાણકારોના નાણાં ચૂકવવા કોર્ટમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા વતી બાંહેધરી અપાઈ છે. ત્યારબાદ જ આરોપી ભૂપેન્દ્ર સિંહ ઝાલાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
હાઈકોર્ટે શરતોને આધારે જામીન મંજૂર કર્યા
ઉલ્લેખનીય છે કે આરોપી ભૂપેન્દ્ર સિંહ ઝાલાએ ઉત્તર ગુજરાતમાં એકના ડબલ કરી આપવાનું કહી આશરે 6 હજાર કરોડનું ફુલેકું ફેરવ્યું હતું. તેમાં ગુજરાતની સામાન્ય જનતાની સાથે સાથે શિક્ષકો, ખેડૂતો, પોલીસકર્મીઓ, નિવૃત કર્મચારીઓ, લેભાગુની લાલચમાં આવીને લૂંટાયા હતા. આ સમગ્ર કૌભાંડમાં લોભના ચક્કરમાં શિક્ષકો પણ એજન્ટ બન્યા હતા. જેના પગલે આ સમગ્ર કૌભાંડની તપાસ CID દ્વારા તપસા હાથ ધરવામાં આવી હતી. આ કૌભાંડ બાદ ભૂગર્ભમાં સંતાયેલા આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી પાડવામાં આવ્યો હતો.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સંબંધી તરફથી સારા સમાચાર અને સર્જનાત્મક કાર્યો માટે દિવસ સર્વોત્તમ છે
સ્વચ્છતા માટે ગાંધીગીરી: GHMC સુપરવાઈઝરે પગ પકડી કચરો ફેંકતા રોક્યા
અરવિંદ કેજરીવાલે CM ભૂૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર
RBIનો મોટો માસ્ટરસ્ટ્રોક, ડોલર સામે રૂપિયામાં 1.8 ટકાનો વધારો
