Ahmedabad : 6 હજાર કરોડનું ફૂલેકુ ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં દાખલ કરી આગોતરા જામીન અરજી, જુઓ Video

Ahmedabad : 6 હજાર કરોડનું ફૂલેકુ ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં દાખલ કરી આગોતરા જામીન અરજી, જુઓ Video

Ronak Varma
| Edited By: | Updated on: Dec 05, 2024 | 1:33 PM

ગુજરાતમાં ચકચાર મચાવનાર BZ ગ્રુપના કૌભાંડ મામલે દિવસે દિવસે અવનવા ખુલાસા થઈ રહ્યાં છે. ત્યાં BZ ગ્રુપના 6,000 કરોડના કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર ભુપેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડથી બચવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે.

ગુજરાતમાં ચકચાર મચાવનાર BZ ગ્રુપના કૌભાંડ મામલે દિવસે દિવસે અવનવા ખુલાસા થઈ રહ્યાં છે. ત્યાં BZ ગ્રુપના 6,000 કરોડના કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડથી બચવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે. આ મામલે ગ્રામ્ય કોર્ટે તપાસ અધિકારી અને સરકારી વકીલને નોટિસ પાઠવી 6 ડિસેમ્બરના રોજ સુનાવણી મુલતવી રાખી છે. 6 ડિસેમ્બરના રોજ તપાસ અધિકારી આરોપીની જામીન અરજી સામે એફિડેવિટ ફાઇલ કરશે.

ભુપેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી

BZ ગ્રુપના 6,000 કરોડના કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર ભુપેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડથી બચવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે. તેમાં રજૂઆત કરવામાં આવી છે કે કોઈ કૌભાંડ તેને આચર્યું નથી, તેની ખોટી ધરપકડ થવાની શક્યતા છે, તે પોલીસ તપાસમાં સહકાર આપવા તૈયાર છે.

કોર્ટ જે શરતોએ આગોતરા જામીન આપે તે શરતો પાળવા પણ પોતે તૈયાર હોવાનું કહી રહ્યાં છે. આથી તેને આગોતરા જામીન અરજી આપવી જોઈએ. નોંધનીય છે કે આ કેસમાં ઝડપાયેલ અન્ય મુખ્ય સૂત્રધાર મયુર દરજીએ ગ્રામ્ય કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી છે.જેની ઉપર આવતીકાલે આજે સુનવણી હાથ ધરવામાં આવશે.

 

g clip-path="url(#clip0_868_265)">