Gujarati Video : પાલનપુર સિવિલ હોસ્પિટલ આગળ બે આખલા બાખડ્યા, યુદ્ધ જામતા અફરાતફરીનો માહોલ સર્જાયો

બનાસકાંઠાના પાલનપુરની સિવિલ હોસ્પિટલ આગળ બે આખલા બાખડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બે આખલા વચ્ચે યુદ્ધ જામતા રસ્તા પર અફરાતફરી જોવા મળી હતી.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2023 | 10:07 AM

રાજ્યમાં સતત રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. તેવામાં રખડતા આખલાનો આતંક બનાસકાંઠાના પાલનપુરમાં જોવા મળ્યો છે. બનાસકાંઠાના પાલનપુરની સિવિલ હોસ્પિટલ આગળ બે આખલા બાખડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બે આખલા વચ્ચે યુદ્ધ જામતા રસ્તા પર અફરાતફરી જોવા મળી હતી. સાથે જ રાહદારોમાં પણ ભયજોવા મળ્યો હતો.

આ પણ વાંચો : Gujarati Video: RTEમાં એડમિશન આપવાને બહાને સક્રિય થયા લેભાગૂ તત્વો, યુવતીએ વેબસાઈટ બનાવી લોકો સાથે આચરી છેતરપિંડી

છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરના કારણે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયો છે. તો કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. પાલનપુરની સિવિલ હોસ્પિટલ આગળ બે આખલા બાખડતા દર્દીઓ અને સાથે આવેલા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

દહેગામમાં પણ રખડતા ઢોરની દહેશત

તો આ તરફ ગાંધીનગરના દહેગામમાં પણ રખડતા ઢોરની દહેશત જોવા મળી હતી. રખડતા પશુના હુમલાની વધુ એક ઘટના સામે આવી હતી. રખડતા ઢોરે 7 વર્ષના બાળક અને યુવક પર હુમલો કર્યો હતો. બંને લોકો સોસાયટી પાસે આવેલા મેદાનમાં જાદુગરનો શો જોવા માટે ચાલતા ચાલતા જઈ રહ્યા હતા. તે દરમિયાન રખડતા ઢોરે બે પિતરાઈ ભાઈને અડફેટે લીધા હતા. યુવકને છાતીના નીચે સામાન્ય ક્રેક અને બાળકને ફ્રેકચર થયું હતું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">