Breaking News: મહાઠગ કિરણ પટેલને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પરથી ગુજરાતમાં કર્યો પ્રવેશ

Banaskantha: મહાઠગ કિરણ પટેલ લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ગુજરાતની બોર્ડરમાં પ્રવેશી ગઈ છે. બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પરથી કિરણ પટેલને લઈને ગુજરાતમાં આવી ચુકી છે. મોડી રાત સુધીમાં કિરણ પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ લાવવામાં આવશે.

Breaking News: મહાઠગ કિરણ પટેલને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પરથી ગુજરાતમાં કર્યો પ્રવેશ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2023 | 11:35 PM

મહાઠગ કિરણ પટેલ લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ગુજરાતની બોર્ડરમાં પ્રવેશી ગઈ છે. બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પરથી કિરણ પટેલને લઈને ગુજરાતમાં આવી ચુકી છે. મોડી રાત સુધીમાં કિરણ પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ લાવવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટથી કિરણ પટેલનો ગઈકાલે ગુરુવારે કબજો લીધો હતો અને પોલીસ અમદાવાદ આવવા માટે રવાના થઈ હતી.

પોલીસ બાય રોડ કિરણ પટેલને ગુજરાત લાવી રહી છે

મહાઠગ કિરણ પટેલનો ક્રાઇમ બ્રાન્ચે કબજો લીધો હતો. જેમાં શ્રીનગરથી ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ આવવા રવાના થઈ છે.ક્રાઇમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટથી કિરણ પટેલનો કબજો લીધો છે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)ના અધિકારી તરીકેની ઓળખ આપી જમ્મુકાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યોરિટી સાથે વીઆઈપી ટ્રીટમેન્ટ ભોગવનાર કિરણ પટેલ  અનેક લોકો સાથે છેતરપિંડી આચરી ચુક્યો છે. મહાઠગ કિરણ પટેલને કાશ્મીરથી ગુજરાત લાવવામાં આવી રહ્યો છે. જેમા ક્રાઈમ બ્રાંચ ગુજરાતની હદમાં પ્રવેશી ગઈ છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ મહાઠગ કિરણ પટેલને લઈને મોડી રાત સુધીમાં અમદાવાદ આવી પહોંચશે.   આ અંગે જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દિલબાગ સિંહે જણાવ્યુ હતુ કે કિરણ પટેલની કસ્ટડીના મામલે જમ્મુ અને કાશ્મીર પોલીસ ગુજરાત પોલીસને સહકાર આપશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જે પ્રકારે માફિયા અતીક અહેમદને પોલીસ વાન મારફતે ગુજરાતથી ઉત્તર પ્રદેશ લઇ જવાયો હતો, એ જ રીતે કૌભાંડી કિરણને પણ કાશ્મીરથી બાય રોડ પોલીસ વાનમાં જ ગુજરાત લાવવામાં આવી રહ્યો છે. હાઇપ્રોફાઇલ લાઇફ જીવતા અને કરોડોની લક્ઝુરિયસ કારમાં ફરતા કિરણને સામાન્ય કેદીની જેમ પોલીસના ડબ્બામાં પૂરીને કાશ્મીરથી ગુજરાત લવાઈ રહ્યો છે.

ખોટી ઓળખ બતાવી જમ્મુ-કાશ્મીરનો સરકારી મહેમાન બન્યો હતો

ગુજરાતના મહાઠગ કિરણ પટેલે PMOના અધિકારી તરીકેની ઓળખ આપી જમ્મુ-કાશ્મીરનો સરકારી મહેમાન બન્યો અને ઝેડ પ્લસ સિક્યુરિટીમાં છેક બોર્ડ પહોંચી ગયો હતો. પરંતુ તેનું કારનામું બહાર આવ્યા બાદ ગુજરાતમાં પણ તેના એક પછી એક એમ અનેક કૌભાંડ બહાર આવ્યા છે. પૂર્વ પ્રધાનના ભાઇ જગદીશ ચાવડાનો રૂપિયા 18 કરોડનો બંગલો પચાવી પાડવાના કેસમાં કિરણ વિરૂદ્ધ કેસ દાખલ થયો છે.

ગુજરાત પોલીસે કૌભાંડી કિરણ ઉપર કસ્યો સંકજો

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કિરણ પટેલે પોતાની ઓળખ PMOના અધિકારીની આપીને અનેક લોકોને ભોળવી લીધા હતા. અમદાવાદની જાણીતી કો-ઓપરેટિવ બેંકના એક ઉચ્ચ પદાધિકારી પણ તેના સંપર્કમાં હતા. કિરણ પટેલ આ બધા સંપર્કોના આધારે લોકોને ફસાવતો હતો. કૌભાંડો સામે આવ્યા બાદ પોલીસમાં ફરિયાદ ન થાય તે માટે પણ કિરણે અનેક ઉધામા નાંખ્યા હતા, પરંતુ ગુજરાત પોલીસે કૌભાંડી કિરણ પર એવો સકંજો કસ્યો છે કે જેમાંથી તે બચી શકે તેમ નથી. હવે કિરણ પટેલને અમદાવાદ લાવ્યા બાદ શું પગલાં લેવાશે તે જોવું રહ્યું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">