Gujarati Video : બનાસકાંઠાના શિહોરીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગની ઘટનામાં એક્શન, તબીબને નોટીસ ફટકારી હોસ્પિટલને માર્યું તાળુ

Banaskantha: બનાસકાંઠાના શિહોરીમાં આવેલી હની ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગવા મામલે તંત્ર એક્શનમાં આવ્યુ છે. હોસ્પિટલના તબીબને નોટિસ ફટકારવામાં આવી છે અને હોસ્પિટલને તાળુ મારવામાં આવ્યુ છે. આ સમગ્ર મામલે ગાંધીનગર ફાયર સેફ્ટી ટીમ તપાસ કરશે.

Gujarati Video : બનાસકાંઠાના શિહોરીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગની ઘટનામાં એક્શન, તબીબને નોટીસ ફટકારી હોસ્પિટલને માર્યું તાળુ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2023 | 12:20 PM

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શિહોરીમાં આવેલ હની ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બાદ તંત્ર એક્શનમાં આવ્યુ છે. ફાયર સેફ્ટી અધિકારીએ પોલીસને સાથે રાખી હોસ્પિટલને તાળુ માર્યુ છે. જ્યારે હોસ્પિટલના તબીબને પણ નોટિસ ફટકારવામાં આવી છે. ગાંધીનગરથી ફાયર સેફ્ટીની ટીમ પણ આ હોસ્પિટલની તપાસ અર્થે આવશે. પુરાવાનો નાશ ન થાય અને માલ સામાન સાથે ચેડા ન થાય તે હેતુથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગે હોસ્પિટલના તબીબને નોટિસ ફટકારી જવાબ માગ્યો છે. આ ઘટનામાં ચાર દિવસના એક શિશુનું મોત થયુ છે. જ્યારે બે શિશુ ગંભીર રીતે દાઝ્યા છે.

ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળા, આગની ઘટના બાદ તંત્ર થયુ દોડતુ

બાળકોની ખાનગી હોસ્પિટલમાં આગ લાગવા મામલે તંત્ર દોડતુ થયુ છે અને હવે હોસ્પિટલમાં ફાયર સેફ્ટી હતી કે કેમ તેમજ અન્ય સુરક્ષાને લઈને પણ તપાસ હાથ ધરાશે. ત્યારે તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે અને ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે. જેમા મૃતક શિશુના PM રિપોર્ટ, FSLનો રિપોર્ટ અને ફાયર સેફ્ટી રિપોર્ટ બાદ પોલીસ FIR સહિતની કાર્યવાહી કરશે. બાળકના મોતને લઈને શિહોરી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આગની ઘટનામાં ચાર દિવસના એક શિશુએ તોડ્યો દમ

આપને જણાવી દઈએ કે નાના બાળકોની વોર્ડમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. જેમા એક ચાર દિવસના શિશુએ દમ તોડી દીધો. જ્યારે એક 5 દિવસનુ શિશુ અને એક 8 દિવસનું શિશુ ગંભીર રીતે દાઝ્યા છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આગની આ ઘટનાને લઈને અનેક સવાલ ઉઠ્યા છે.

  • શું કોઈ એવા સાધનો ન હતા કે, આગને કાબૂમાં લઈ શકાય ?
  • બાળકનું મોત થયું ત્યાં સુધી બચાવ માટે શું કામગીરી કરાઈ ?
  • શું ICUમાં બાળકોને બચાવનારું કોઈ હાજર ન હતું ?
  • શું હોસ્પિટલમાં ફાયર સેફ્ટિના સાધનો હતા ખરા?

એટલું જ નહીં, હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડીના ઉદાહરણો તો શિહોરીમાં એક બાદ એક સામે આવ્યા. એક તરફથી આગથી જે બાળકોને બચાવી લેવાયા, તેમને શિહોરીની રેફરલ હોસ્પિટલમાં લવાયા હતા. જો કે, ત્યાં પણ લોકોને મુશ્કેલીનો સામને કરવો પડ્યો. ડૉક્ટર ત્યાં હાજર ન હતા, આથી તેમને બોલાવ્યા તો તબીબે તેના ગુણોથી તદ્દન વિપરીત વર્તન કર્યું. લોકો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા લોકો ઉશ્કેરાયા. સરકારી હોસ્પિટલ બહાર લોકોના ટોળેટોળા એકઠાં થઈ ગયા. જો કે તબીબ તો એવું જ રટણ કરતા રહ્યા કે, તેમણે તેમની ફરજ સારી રીતે બજાવી છે.

આ પણ વાંચો: Breaking News : કાંકરેજમાં બાળકોની હોસ્પિટલમાં ભીષણ આગ, એક બાળકનુ મોત

અહીં સવાલ એ પણ છે કે, જ્યારે મુસીબતમાં તબીબની જરૂર પડે ત્યારે દર્દી તેને ભગવાનનો દરજ્જો આપે છે. પરંતુ તબીબનું આવું વર્તન તેને માનવ પણ બનાવે ખરું ? જો કે અંતે વિવાદ વકર્યા બાદ રેફરલ હોસ્પિટલના તબીબ ડૉ. પ્રતીક રાઠોડને ગેરવર્તન બદલ ફરજ મુક્ત કરી દેવાયા છે. ગામલોકોને રજૂઆતને પગલે તાત્કાલિક નિર્ણય લેવાયો છે. જો કે, આગ માટેની બેદરકારી માટે જવાબદાર કોણ તે સવાલનો જવાબ હજુ મળ્યો નથી.

g clip-path="url(#clip0_868_265)">