Dahod Rain : દેવગઢ બારિયા પાસેનો પુલ ધોવાયો, પુલ પર મસમોટા ખાડા પડી જતા લોકોને હાલાકી, જુઓ Video
ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે દાહોદના દેવગઢ બારિયા પાસેનો પુલ ધોવાયો હોવાની ઘટના પણ સામે આવી છે. પાનમ નદી પરનો પુલ વરસાદી પાણીમાં ધોવાયો છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે દાહોદના દેવગઢ બારિયા પાસેનો પુલ ધોવાયો હોવાની ઘટના પણ સામે આવી છે. પાનમ નદી પરનો પુલ વરસાદી પાણીમાં ધોવાયો છે. પુલ પર મોટા ખાડા પડી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ભારે વરસાદ વરસતા રસ્તાની હાલત બિસ્માર બનતા અકસ્માતનો ભય વધી ગયો છે. સ્થાનિકોએ તાત્કાલિક પુલના સમારકામની માગ કરી છે. સમારકામ નહીં થાય તો ભવિષ્યમાં દુર્ઘટના સર્જાઈ શકે છે.
સુરતમાં લોકો ખાડારાજથી હેરાન !
બીજી તરફ સુરતમાં ખાડીપૂર બાદ હવે ખાડારાજથી લોકો હેરાન પરેશાન બન્યા છે. શહેરમાં વરસાદી પાણીમાં અનેક વિસ્તારોમાં રોડ ધોવાયા છે. ખાસ કરીને લિંબાયત અને ઉધના ઝોનના રસ્તા નર્કાગારમાં ફેરવાયા છે. ઠેર-ઠેર રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે. તો ખાડી આસપાસના વિસ્તારોના રસ્તાઓ પણ બિસ્માર બન્યા છે. તો સારોલી મેન રોડ પર ખાડાઓ પડતા વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
તો આ તરફ વરાછા-સરથાણામાં મુખ્ય અને આતંરિક રસ્તાઓ પર મસમોટા ખાડા વાહનચાલકો માટે મુશ્કેલીનું કારણ બન્યા છે. સ્થાનિકોની ફરિયાદ છે કે વરસાદ રોકાયા બાદ પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું નથી.