Breaking Video: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નર્મદાના નીરના કર્યા વધામણા, 2013 બાદ પ્રથમ વખત નર્મદા ડેમ પહોંચ્યો સર્વોચ્ચ સપાટીએ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નર્મદાના નીરના વધામણા કર્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ સિઝનમાં પ્રથમ વખત છલકાયો છે. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદથી નર્મદા ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થયો છે.
CM Bhupendra Patel : હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નર્મદાના નીરના વધામણા કર્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ સિઝનમાં પ્રથમ વખત છલકાયો છે. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદથી નર્મદા ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થયો છે.
છેલ્લા 2013માં ધોધમાર વરસાદના પગલે નર્મદા ડેમ મહત્તમ સપાટીએ પહોંચી હતી. 2013 પછી પ્રથમ વખત નર્મદા ડેમ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. તો ભારે વરસાદના પગલે પાણીની આવક વધતા નર્મદા ડેમની સપાટી 138.68 પર પહોંચી છે. ડેમમાં 18 લાખ 62 હજાર 851 ક્યૂસેક પાણીની આવક થઈ છે. સંપૂર્ણ ડેમ ભરાયો હોવાથી હાલ 23 દરવાજા 9.70 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.
તો રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 18 લાખ ક્યૂસક પાણી નદીમાં છોડવામાં આવ્યુ છે. ડેમના 23 દરવાજા ખોલ્યા હોવાથી નર્મદા ડેમથી 10 કિમી દૂર ગરુડેશ્વર મુખ્ય હાઇવે પર પાણી ભરાયા છે. ગરુડેશ્વરથી રાજપીપળા જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. તો ગરુડેશ્વર હાઇવે પર નર્મદા જિલ્લા પોલીસ વડા ઉતર્યા રસ્તા પર છે.





