AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મુસાફરી વચ્ચે મળશે ‘મિની એરપોર્ટ’નો અનુભવ, રાજ્યનું પ્રથમ રેલવે ડિજિટલ લાઉન્જ શરૂ જુઓ Video

Breaking News : મુસાફરી વચ્ચે મળશે ‘મિની એરપોર્ટ’નો અનુભવ, રાજ્યનું પ્રથમ રેલવે ડિજિટલ લાઉન્જ શરૂ જુઓ Video

| Updated on: Mar 28, 2026 | 6:17 PM
Share

વડોદરા રેલવે સ્ટેશન પર ગુજરાતનો પ્રથમ અને દેશનો બીજો ડિજિટલ લાઉન્જ ખુલ્લો મુકાયો છે. મુસાફરો રૂ. 200 માં એક કલાક સુધી વાઇફાઇ, આરામ કરવા માટે બેડ અને નાસ્તા સહિતની એરપોર્ટ જેવી સુવિધાઓનો લાભ લઈ શકશે. આ લાઉન્જ વેઇટિંગ ટાઇમ દરમિયાન મુસાફરોને આરામ કરવા અને મહત્વના કાર્યો પૂર્ણ કરવામાં મદદરૂપ થશે.

વડોદરા રેલવે સ્ટેશન પર ગુજરાત રાજ્યના પ્રથમ રેલવે ડિજિટલ લાઉન્ચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પહેલ ભારતમાં આવા પ્રકારનો બીજો અને ગુજરાતમાં પ્રથમ ડિજિટલ લાઉન્જ છે. આ સુવિધાનો મુખ્ય ઉદ્દેશ્ય રેલવે મુસાફરોને એરપોર્ટ જેવી પ્રીમિયમ સુવિધાઓ ઓછા દરે ઉપલબ્ધ કરાવવાનો છે.

આ ડિજિટલ લાઉન્જમાં પ્રવેશ મેળવીને મુસાફરો રૂ. 200ના નજીવા દરે એક કલાક માટે તેની સેવાઓનો લાભ લઈ શકશે. આ લાઉન્જમાં મુસાફરોને વાઇફાઇ કનેક્ટિવિટી, આરામ કરવા માટે સ્વચ્છ અને આરામદાયક બેડ, નાસ્તાની વ્યવસ્થા અને ચા-પાણી જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, મુસાફરો માટે સ્નાન કરવાની અને ફ્રેશ થવાની પણ વ્યવસ્થા છે. જે મુસાફરોને લાંબો વેઇટિંગ સમય હોય અથવા જેઓ લાંબી મુસાફરી પછી તાજગી અનુભવવા માંગતા હોય તેમના માટે આ સુવિધા આશીર્વાદરૂપ બનશે.

વડોદરા શહેર એક મહત્વનું વ્યાપારી, ઔદ્યોગિક અને બિઝનેસ હબ છે. મોટી સંખ્યામાં યાત્રીઓ, ખાસ કરીને એકતાનગર અને અન્ય ધાર્મિક સ્થળોની મુલાકાત લેનારા શ્રદ્ધાળુઓ અહીંથી પસાર થાય છે. આવા મુસાફરોને જ્યારે સ્ટેશન પર ઉતર્યા પછી થોડા કલાકો આરામ કરવાની, તૈયાર થવાની કે કોઇ મહત્વની મીટિંગ અટેન્ડ કરવાની જરૂરિયાત હોય ત્યારે આ ડિજિટલ લાઉન્જ અત્યંત ઉપયોગી સાબિત થશે. અહીં બેસીને મુસાફરો શાંતિથી પોતાના કાર્યો કરી શકે છે.

આ લાઉન્જ મુસાફરોના પ્રવાસ અનુભવને સુધારવા અને તેમને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાના વિઝન સાથે વિકસાવવામાં આવ્યો છે. એરપોર્ટ પર મળતી ઉચ્ચ સ્તરીય સુવિધાઓ હવે રેલવે સ્ટેશન પર પણ ઘણી સસ્તી કિંમતે ઉપલબ્ધ થશે. આનાથી વડોદરા રેલવે સ્ટેશનની પ્રતિષ્ઠામાં પણ વધારો થશે અને મુસાફરોને એક આરામદાયક અને ઉત્પાદક વેઇટિંગ એરિયા મળશે.

LPG Gas Cylinderનું ફોનથી બૂકિંગ નથી થઈ રહ્યું? આ ટ્રિકથી મિનિટોમાં બૂક થઇ જશે આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Published on: Mar 28, 2026 06:15 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">