Breaking News : યુવકને બચાવવા જતા ટ્રેક્ટર ખાડામા ફસાયુ , જુઓ Video

| Edited By: | Updated on: Jul 27, 2026 | 2:40 PM

વિરમગામ ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.ભારે વરસાદ 4 દિવસ બાદ પણ હજુ વરસાદી પાણી ભરાયા છે. તો બીજી બાજુ એક એવી ઘટના સામે આવી છે. જેમાં ટ્રેક્ટર ચાલક યુવકને બચાવવા જતા ટ્રેક્ટર ખાડામાં ફસાયું હતુ.

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ભારે વરસાદના 5 દિવસ બાદ શહેરનુ જનજીવન ફરી શરૂ થયુ છે. જો કે વિરમગામ શહેરમાંથી ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. બજારોમા હોલસેલના વેપારીઓની દુકાનોમા મુદ્દામાલ પલળતા મોટુ નુકસાન થયું છે.ઉપરવાસના ભારે વરસાદથી વિરમગામની કેનાલમાં પડ્યા ગાબડા છે.સૌરાષ્ટ્ર શાખાની નર્મદાની મુખ્ય કેનાલમાં 4થી 5 ગાબડા પડ્યા છે.

ટ્રેક્ટર ખાડામા ફસાયુ

અમદાવાદ ગ્રામ્ય વિરમગામ તિરંગા સર્કલ રોડ વરસાદ પાણીના પ્રવાહમા યુવક તણાયો હતો. ટ્રેક્ટર ચાલક યુવકને બચાવવા જતા ટ્રેક્ટર ખાડામા ફસાયુ હતુ,સદનસીબે યુવકનો આબાદ બચાવ થયો છે. IOCL કંપની નજીક યુવાનને બચાવવા જતાં ટ્રેક્ટર ફસાયુ હતુ. હજુ ઉપવાસના વરસાદી પાણીથી વિરમગામ તિરંગા સર્કલ રોડ પર પસાર થઇ રહ્યા છે.આ સમગ્ર ઘટના તિરંગા સર્કલ રોડ વિસ્તારમાં બની હતી.સ્થાનિકોની મદદથી સદનસીબે યુવકનો બચાવ થયો છે.

Breaking News : લીંબડીના નાની કઠેચી ગામ પાણીમાં ગરકાવ, લોકો હોડીઓ લઈ ગામમાં નીકળ્યા,જુઓ Video અહી ક્લિક કરો

 

Follow Us