Breaking News : હેલિકોપ્ટરથી ભારતીય કોસ્ટગાર્ડનું મેગા રેસ્ક્યૂ ઓપરેશન! 170થી વધુ પૂરપીડિતોને બચાવાયા, જુઓ Video
મળતી માહિતી મુજબ, ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે અત્યાર સુધીમાં 170થી વધુ પૂરપીડિતોનું હેલિકોપ્ટરની મદદથી સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું છે. દમણ અને દાદરા-નગર હવેલીમાં કુલ 11 સ્થળોએ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂરની ગંભીર પરિસ્થિતિ વચ્ચે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. પૂરના પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
હેલિકોપ્ટરની મદદથી પૂરમાં ફસાયેલ લોકોને બચાવાયા
મળતી માહિતી મુજબ, ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે અત્યાર સુધીમાં 170થી વધુ પૂરપીડિતોનું હેલિકોપ્ટરની મદદથી સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું છે. દમણ અને દાદરા-નગર હવેલીમાં કુલ 11 સ્થળોએ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
નવસારી, વલસાડ અને પારડીમાંથી લોકોને બચાવાયા
પૂરની સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં આવેલા નવસારી, વલસાડ અને પારડીમાંથી અનેક લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ઉપરાંત વેલસ્પનના ઔદ્યોગિક વિસ્તારમાં ફસાયેલા કર્મચારીઓ અને અન્ય લોકોને પણ સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
ભારતીય કોસ્ટ ગાર્ડની બચાવ કામગીરી
ભારતીય કોસ્ટ ગાર્ડ, સ્થાનિક વહીવટી તંત્ર અને અન્ય બચાવ એજન્સીઓ સંકલન સાથે સતત કામગીરી કરી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં હજુ પણ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની અને જરૂરી મદદ પહોંચાડવાની કામગીરી ચાલુ છે.
ભારે વરસાદ અને જળબંબાકાર વચ્ચે ભારતીય કોસ્ટ ગાર્ડની ઝડપી અને અસરકારક કામગીરીને સ્થાનિકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે. હાલ તંત્ર દ્વારા લોકોને નદી-નાળાઓ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
Ahmedabad Breaking : સહજાનંદ કોલેજ પાસે પડ્યો ‘મહાકાય ભૂવો’! આખુ ટ્રાફિક સિગ્નલ સમાઈ ગયુ, BRTS રૂટ બંધ, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના

