Breaking News : વડોદરામાં મોડી રાતથી જ વરસાદનો કહેર, અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ, તંત્રએ એલર્ટ જાહેર કર્યું
વડોદરા શહેરના મહુડી ભાગોળ, સ્ટેશન રોડ, લાલ બજાર, નવાપુરા, તલાપુરા, રાણાવાસ અને સોનીવાઘા સહિતના વિસ્તારોમાં સતત વરસાદ વરસતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક સ્થળોએ લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વડોદરા શહેરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો જે સવાર સુધી પણ યથાવત રહેતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનવ્યવહારને અસર પહોંચી હતી અને અનેક વાહનો રસ્તા વચ્ચે જ ફસાઈ ગયા હતા.
વડોદરામાં જળબંબાકારની સ્થિતિ
મળતી માહિતી મુજબ વડોદરા શહેરના મહુડી ભાગોળ, સ્ટેશન રોડ, લાલ બજાર, નવાપુરા, તલાપુરા, રાણાવાસ અને સોનીવાઘા સહિતના વિસ્તારોમાં સતત વરસાદ વરસતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક સ્થળોએ લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
બીજી તરફ ડભોઈ શહેર અને તાલુકામાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. કેટલાક વિસ્તારોમાં વાહનચાલકોને ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી.
તંત્રએ શહેરમાં અલર્ટ જાહેર કર્યું
હવામાન વિભાગે દિવસ દરમિયાન વડોદરા અને આસપાસના વિસ્તારોમાં 5 ઈંચથી વધુ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નાગરિકોને જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.
Breaking News: અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ, ભારે વરસાદ સામે AMC સંપૂર્ણ સજ્જ, અધિકારીઓની રજા રદ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
વડોદરામાં મોડી રાતથી વરસાદનો કહેર!અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ
આજનું રાશિફળ : વેપારમાં નફો અને કારકિર્દીમાં પ્રગતિની નવી તકો
ભાવનગર રેગિંગ કેસમાં ગુજરાત સરકારના કડક પગલાં
વરસાદની આગાહીને લઈ અધિકારીઓની રજા રદ્દ, હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ
