Vadodara Breaking News : તહેવારો પૂર્વે શિનોરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, પનીર-મીઠાઈના લેવાયા સેમ્પલ ! જુઓ Video

| Edited By: | Updated on: Aug 30, 2026 | 1:08 PM

વડોદરાના શિનોરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન શિવશક્તિ ડેરીમાંથી પનીર સહિત વિવિધ મીઠાઈઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં લુસ પનીર, પેંડા, મઠો સહિતની મીઠાઈઓના સેમ્પલ લેવામાં આવ્યા છે.

વડોદરાના શિનોરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન શિવશક્તિ ડેરીમાંથી પનીર સહિત વિવિધ મીઠાઈઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં લુસ પનીર, પેંડા, મઠો સહિતની મીઠાઈઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવામાં આવેલા આ સેમ્પલને હવે તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે. રિપોર્ટમાં જો પનીર કે મીઠાઈમાં ભેળસેળ સાબિત થશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ભેળસેળ કરનારા દુકાનદારોમાં ફફડાટ

શિનોરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી બાદ પનીર અને મીઠાઈમાં ભેળસેળ કરનારા દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે. તહેવારો અને અન્ય પ્રસંગોમાં પનીર તથા મીઠાઈની માંગ વધતી હોય છે, ત્યારે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ ન થાય તે માટે વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. શિવશક્તિ ડેરીમાંથી લેવામાં આવેલા પનીર અને મીઠાઈના સેમ્પલના રિપોર્ટ પર હવે સૌની નજર છે. રિપોર્ટ આવ્યા બાદ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અંગેની હકીકત સામે આવશે. જો તપાસમાં ભેળસેળ હોવાનું બહાર આવશે તો જવાબદાર લોકો સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની આ કાર્યવાહીથી ભેળસેળ કરનારા દુકાનદારોમાં ચિંતા જોવા મળી રહી છે.

આ પણ વાંચો, Breaking News : અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, છેલ્લા એક મહિનામાં ડેન્ગ્યુના 1 હજારથી વધુ કેસ

Follow Us
Loading...
Unable to load recommendations.