Breaking News : દ્વારકાધીશના મંદિરમાં કૃષ્ણ ભક્તિ સાથે દેશ ભક્તિની પણ ઝલક જોવા મળી, જુઓ Video
આજે દેશભરમાં 80માં સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દ્વારકાધીશના મંદિરમાં કુષ્ણ ભક્તિ સાથે દેશ ભક્તિની પણ ઝલક જોવા મળી છે.સ્વતંત્રતા દિવસ નિમિતે મંદિરના શિખર પર 52 ગજ કાપડમાંથી બનેલ તિરંગા કલરની ધજા ચઢાવામાં આવી હતી.
આજે દેશભરમાં 80માં સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો દેશ ભક્તિના રંગમાં રંગાયા છે. એક બાજુ આખો દેશ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત 13મી વખત લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવ્યો અને રાષ્ટ્રને સંબોધન કર્યું હતુ. ત્યારે દ્વારકામાં સ્વતંત્રતા દિવસ નિમિતે દેવભૂમીમાં દેશ ભક્તિનો માહોલ જોવા મળ્યો છે.
તિરંગા ક્લરની ધજા લહેરાવાઈ
દ્વારકાધીશના મંદિરમાં કુષ્ણ ભક્તિ સાથે દેશ ભક્તિની પણ ઝલક જોવા મળી છે.સ્વતંત્રતા દિવસ નિમિતે મંદિરના શિખર પર તિરંગો લહેરાવામાં આવ્યો હતો.
આજે દ્વારકા જગત મંદિરમાં રાષ્ટ્રીય પર્વ સાથે ધાર્મિક પર્વ ની એક સાથે ઉજવણી કરાઇ છે.દ્વારકા જગત મંદિરના નૂતન શિખર પર 52 ગજ કાપડ માંથી બનાવેલ તિરંગો લહેરાવ્યો હતો.જગત મંદિરના શિખર પર આજે નૂતન ધજા આરોહરણમાં તિરંગા ક્લરની ધજા ફરકાવવામાં આવતા દેશ પ્રેમ ની હેલી જગત મંદિરમાં વ્યાપી છે.
ભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક
દ્વારકાધીશ મંદિરની ધજા માત્ર ધાર્મિક પ્રતીક નથી, પરંતુ ભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક માનવામાં આવે છે.મંદિરના શિખર પર લહેરાતી ધજા ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની ભક્તિ અને સમર્પણ દર્શાવે છે.પરંપરા મુજબ ધજા રોજ અનેક વખત બદલવામાં આવે છે અને ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થવા બદલ ધજા ચઢાવે છે.
દ્વારકાના મંદિરની ધજા દૂરથી દેખાય ત્યારે ભક્તોમાં આધ્યાત્મિક ભાવના અને ઉત્સાહ જગાવે છે.
