Breaking News: ભારત-પાકિસ્તાન સીઝફાયર વચ્ચે પાકિસ્તાનની ધમકી, અમદાવાદની તાજ હોટેલને ઉડાવી દેવાનો આવ્યો ફોન

Breaking News: ભારત-પાકિસ્તાન સીઝફાયર વચ્ચે પાકિસ્તાનની ધમકી, અમદાવાદની તાજ હોટેલને ઉડાવી દેવાનો આવ્યો ફોન

| Edited By: | Updated on: May 11, 2025 | 9:56 AM

પાકિસ્તાને ફરી એક વાર સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. ત્યારે ભારત પણ પાકિસ્તાનને વળતો જડબાતોડ જવાબ આપી રહ્યો છે. ત્યારે અમદાવાદના સિંધુભવનની તાજ હોટેલને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે.

પાકિસ્તાને ફરી એક વાર સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. ત્યારે ભારત પણ પાકિસ્તાનને વળતો જડબાતોડ જવાબ આપી રહ્યો છે. ત્યારે અમદાવાદના સિંધુભવનની તાજ હોટેલને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાની નંબર પરથી ફોન આવ્યો હોવાની પ્રાથમિક માહિતી હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની એજન્સી દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. પોલીસે પાકિસ્તાની નંબર અંગે વધુ તપાસ શરુ કરી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પર આવેલી તાજ હોટેલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પોલીસ વિભાગ દોડતું થયુ હતુ. પ્રાપ્ત વિગતો અનુસાર તાજ હોટેલના લેન્ડલાઇન નંબર પર પાકિસ્તાની નંબર પરથી ફોન આવ્યો હતો અને અજાણ્યા કોલરએ હોટેલમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો. હોટેલ મેનેજમેન્ટે તરત જ પોલીસને જાણ કરી હતી.

ઘટનાની ગંભીરતા ને ધ્યાનમાં રાખીને પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ સ્થળ પર દોડી ગઈ હતી. હોટેલના દરેક ખૂણામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી, પરંતુ તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. સમગ્ર ઓપરેશન દરમિયાન હોટેલના મુલાકાતીઓની સુરક્ષા સુનિશ્ચિત રાખવામાં આવી હતી.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 11, 2025 09:46 AM