Breaking News : સુરતમાં 52 લાખની લૂંટમાં મોટો ખુલાસો, લૂંટારુઓએ પોલીસને ગેરમાર્ગે દોરવા અલગ-અલગ સ્થળે મોબાઈલ ફેંક્યા

| Edited By: | Updated on: Apr 29, 2026 | 1:54 PM

સુરતના વરાછા વિસ્તારમાં લૂંટની ઘટના સામે આવી હતી. SBI બેકમાંથી 4 જેટલા લૂંટારુઓએ બેકમાં કર્મચારીઓને બંધક બનાવી હથિયારો સાથે અંદાજે 50 લાખ ની લૂંટ કરી હતી. હવે આ મામલે વધુ એક ખુલાસો થયો છે.

સુરતના વરાછાની SBIમાં થયેલી 52 લાખની લૂંટનો મામલો વધુ એક ખુલાસો થયો છે.સુરત ક્રાઈમબ્રાંચની વેલંજા-કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં તપાસ શરુ કરી છે. પોલીસને ગેરમાર્ગે દોરવા અલગ-અલગ સ્થળે મોબાઈલ ફેંક્યા હોવાની પણ વિગતો સામે આવી રહી છે.આરોપીઓ સિટીની બહાર ગયા બાદ ફરી સુરત સિટીમાં આવ્યા હતા. તેમજ આરોપીઓએ ઓનલાઈન વેચવા મૂકાયેલી વાહનની નંબર પ્લેટ લગાવી બેંકની લુંટ કરવા માટે આવ્યા હતા.

UP કે બિહારની ગેંગ હોવાની આશંકા

આરોપીઓ વેસ્ટર્ન UP કે બિહારની ગેંગ હોવાની હાલમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.વોલ્ટ રૂમની ચાવી માંગી, 40 લાખમાંથી 2 લાખ મૂકીને જતાં આશ્ચર્ય સર્જાયું છે.લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકાએ સર્ચ ઓપરેશન ચાલું છે.સુરતના વરાછા SBIમાં 52 લાખની લૂંટનો મામલે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વેલંજા-કઠોરમાં ધામા નાંખ્યા છે. હજુ લુંટારુઓ પોલીસની પકડથી દુર છે.

 

 

 

સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us