Breaking News : હીરા ઉદ્યોગપતિ અને રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાની SRK કંપની પાસે 25 લાખની ખંડણી મંગાઈ
સુરતના હીરા ઉદ્યોગપતિ અને રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાની SRK કંપની પાસે₹25 લાખની ખંડણી મંગાઈ છે.અજાણ્યા શખ્સે કંપનીના યંગ જનરેશનને જાનથી મારી નાખવાની ધમકી આપી નાણાંની માગણી કરી હતી.
સુરતના હીરા ઉદ્યોગપતિ અને રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાની SRK કંપની પાસે 25 લાખની ખંડણી માગવામાં આવી છે. તો સાથે જ કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી હતી. સમગ્ર મામલે ફરિયાદના આધારે કતારગામ પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કર્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને કોલ લોકેશનના આધારે પોલીસે આરોપી વિજય દેસાઈને ઝડપ્યો હતો. શેરબજારમાં થયેલું 15-20 લાખનું દેવું ચૂકવવા ખંડણી માંગ્યાનો ઘટસ્ફોટ થયો છે.
પૂર્વ કર્મચારીએ જ ખંડણી માંગ્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીએ ભિક્ષુકના નામે લીધેલું સિમકાર્ડ અને મોબાઈલ નદીમાં ફેંકી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. પૂર્વ કર્મચારીએ શેરબજારમાં થયેલું 15-20 લાખનું દેવું ચૂકવવા શોર્ટકટ અપનાવ્યો હોવાનો ખુલાસો થયો છે.
કોણ છે સાંસદ ગોવિંદ ધોળકિયા?
ગોવિંદભાઈ લાલજીભાઈ ધોળકિયા એક ભારતીય ઉદ્યોગપતિ અને રાજકારણી છે. તેઓ એપ્રિલ 2024 થી ગુજરાતથી રાજ્યસભાના સભ્ય તરીકે ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.ધોળકિયા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક છે, જે સુરતમાં આવેલું છે. 2024માં, તેઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.