Breaking News : સુરતમાં BOSS SCAMનો માસ્ટરમાઇન્ડ હરિયાણાથી ઝડપાયો! જુઓ વીડિયો
સુરત (Surat)માં સાયબર ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા,'Boss Scam' આચરનાર આરોપી હરિયાણાથી ઝડપાયો છે.ભેજાબાજોએ ફરિયાદીને વોટ્સએપ પર શંકાસ્પદ ZIP ફાઈલ મોકલી ડિવાઇસ હેક કર્યું હતું.
સુરત (Surat)માં 40 લાખ રૂપિયાના ‘BOSS SCAM’નો પર્દાફાશ થયો છે. કંપનીના માલિકના નામે ફેક વોટ્સએપ પ્રોફાઇલ બનાવી એકાઉન્ટન્ટને ચૂનો લગાવનાર સાયબર ઠગ આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે હરિયાણાના ફતેહાબાદથી 26 વર્ષીય નવીન રાજેન્દર જાટને ઝડપી પાડ્યો છે.આરોપીની ધરપકડ કરી સુરત લાવવામાં આવ્યો છે.
ZIP ફાઈલ મોકલી ડિવાઇસ હેક કર્યું
આરોપીઓએ પહેલાં શંકાસ્પદ ZIP ફાઈલ મોકલી ડિવાઇસ હેક કર્યું હતુ. ત્યારબાદ કંપનીના માલિકની ફેક પ્રોફાઇલ બનાવી એકાઉન્ટન્ટ પાસેથી 40 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. તપાસમાં ઝડપાયેલા આરોપી દ્વારા કમિશનના બદલામાં સાયબર ઠગાઈ માટે બેંક ખાતાં પૂરા પાડવામાં આવતાં હોવાનો પણ ખુલાસો થયો છે.આ ખાતામાં 53 લાખથી વધુના વ્યવહારો સામે આવ્યા છે..સુરત પોલીસે ફરિયાદીને અત્યાર સુધીમાં 18.50 લાખ રૂપિયા પરત અપાવ્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં પણ 87.60 લાખના સમાન પ્રકારના કૌભાંડની ફરિયાદ સામે આવી છે.
53 લાખથી વધુના નાણાકીય વ્યવહારો
અજાણ્યા નંબર પરથી આવેલી ZIP ફાઈલ ક્યારેય ઓપન ન કરવી અને માલિકના નામે પૈસા મંગાય તો સીધો સંપર્ક કરી ખરાઈ કર્યા બાદ જ વ્યવહાર કરવો. સુરત સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ફરિયાદીને અત્યાર સુધીમાં 18.50 લાખ રિફંડ કરાવી આપ્યા છે. આરોપીએ કંપનીના માલિકની ફેક વોટ્સએપ પ્રોફાઇલ બનાવી એકાઉન્ટન્ટનો સંપર્ક કર્યો અને બેંક બેલેન્સની વિગત મેળવી હતી. પકડાયેલ નવીન અન્ય વ્યક્તિઓને લાલચ આપી બેંક એકાઉન્ટ ખોલાવતો અને કમિશન મેળવી સાયબર ફ્રોડ માટે ખાતા પૂરા પાડતો હતો. ગુનામાં વપરાયેલા બેંક ખાતામાંથી ટૂંકા ગાળામાં 53 લાખથી વધુના નાણાકીય વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે.
