Breaking News : ભુજના રેલડી પાટિયા પાસે એસટી બસ પલટી, 5થી વધુ લોકો ઇજાગ્રસ્ત, જુઓ Video
ભુજ-અંજાર હાઇવે પરની આ ઘટનામાં 5થી વધુ લોકોને ઇજા પહોંચી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ત્યારે અકસ્માતના સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. તો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે.
Kutchh : કચ્છમાં વધુ એક અકસ્માતની (Accident) ઘટના સામે આવી છે. ભુજના રેલડી પાટિયા પાસે એક એસટી બસ પલટી જતાં મુસાફરોની ઈજા પહોંચી છે. ભુજ-અંજાર હાઇવે પરની આ ઘટનામાં 5થી વધુ લોકોને ઇજા પહોંચી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ત્યારે અકસ્માતના સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. તો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે.
આ ઉપરાંત કચ્છના કંડલા હાઈવે પર પણ ઓઈલ ટેન્કર પલટ્યું હોવાની ઘટના સામે આવી છે. કંડલા ઝીરો પોઈન્ટ બ્રિજ પર ટેન્કર પલટતાં રસ્તા પર જાણે ઓઈલની નદીઓ વહેવા લાગી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos