Breaking News : બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર, અન્ય ગાયોને સારવાર અર્થે ખસેડાઈ
બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર મચી ગઈ છે. ડીસાના બળોધર ગામમાં ભીલજીયાજી પાંજરાપોળમાં અચાનક 36 ગાયના મોતથી આસપાસના વિસ્તારમાં ચકચારી મચી છે. મળતી માહિતી અનુસાર લીલો ઘાસચારો ખાધા બાદ ગાયોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

પાંજરાપોળમાં 36 ગાયના મોત
પ્રાપ્તથતી વિગતો અનુસાર ગરમીના કારણે લીલા ઘાસચારામાં બફારો થતા ગાયોના મોત થયું હોવાનો ખુલાસો થયો છે. પશુધન નિરીક્ષક તબીબોએ ગાયોના પોસ્ટમાર્ટમ કર્યું હતુ. જેના રિપોર્ટમાં પણ ઘાસચારાના કારણે ગાયોનું મોત થયું હોવાનો ખુલાસો થયો છે. થોડા સમયમાં જ 36 ગાયના મોતથી સંચાલકો પણ દોડી આવ્યાં હતા. જ્યારે અન્ય 15 ગાયને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડાઈ છે.
15 ગાયને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાઈ
ઉલ્લેખનીય છે ડીસાના બળોધર ગામમાં આવેલા પાંજરાપોળમાં એક સાથે 36 ગાયના મોતથી તંત્ર પણ દોડતું થયું હતુ. પશુ તબીબો દ્વારા કરવામાં આવેલા પોસ્ટમર્ટમના રિપોર્ટ અનુસાર વધારે ગરમીના કારણે ઘાસચારામાં બફારો થયો હતો. જેથી આ ઘાસ ગાયોએ ખાતા તેમના મોત નિપજ્યાનો ખુલાસો થયો છે. જ્યારે અન્ય 15 ગાયને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડાઈ છે.