Breaking News : રાજકોટ લોધિકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, જુઓ Video

| Edited By: | Updated on: Sep 09, 2026 | 12:39 PM

રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે.લોધિકા ખરીદ વેચાણ સંઘમાં રાદડિયા જુથનો દબદબો યથાવત જોવા મળ્યો છે. 5 બેઠક પર ગઇકાલે મતદાન થયું હતું. 21 પૈકી 20 મતદારોએ મતદાન કર્યું હતું.

રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં મોટા સમાચાર સામે આવ્યા છે.લોધિકા ખરીદ-વેચાણ સંઘમાં રાદડિયા જૂથનો દબદબો જોવા મળ્યો છે.ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરનારા 2 બળવાખોર ઉમેદવારની જીત થઈ છે. માધાપર જૂથ બેઠક પર વિજય સખિયાની જીત તો કુવાડવા જૂથ બેઠક પર નીતીન ચોવટીયા વિજેતા અને ત્રંબા બેઠક પર ટાઇ પડતા ચિઠ્ઠી ઉછાળી નિર્ણય કરાયો હતો.

ત્રણ બેઠકમાં ભાજપના વ્હિપનો અનાદર

ત્રંબા બેઠક પર ચિઠ્ઠી પડતા નીતિન રૈયાણીની જીત, હલેન્ડા બેઠક પર મહેશ આસોદરીયાની જીત થઈ હતી.ભાજપ દ્વારા મહેશ આસોદરિયાને મેન્ડેટ આપવામાં આવ્યો હતો. ખોખડદડ બેઠકમાં બાબુ નસીતની જીત થઈ છે.બાબુ નસીત જયેશ રાદડિયા વિરુદ્ધ જૂથના માનવામાં આવે છે.બાબુ નસીતની બેઠકમાં એક મતદારે મત આપ્યો ન હતો.પાંચમાંથી ત્રણ બેઠકમાં ભાજપના વ્હિપનો અનાદર થયો છે.

ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી

તમને જણાવી દઈએ કે, રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે.5 બેઠક પર ગઇકાલે મતદાન થયું હતું. 21 પૈકી 20 મતદારોએ મતદાન કર્યું હતું. હવે આ ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી આવશે. ત્યારે શું થાય તે જોવાનું રહેશે. જે લોકોએ વ્હિપનો અનાદર કર્યો છે. તેને લઈને જિલ્લા ભાજપના જે મોવડી મંડળ છે. તેમને રજુઆત કરવામાં આવશે. તેવું નાગદાન ચાવડાએ જણાવ્યું હતુ.

 

Ahmedabad Breaking News : અમદાવાદમાં AMCનો મોટો નિર્ણય, હવે બેકરી-નાસ્તાના પેકેટ પર લેબલિંગ ન કર્યુ તો એકમ થશે સીલ! અહી ક્લિક કરો

 

Follow Us
Loading...
Unable to load recommendations.