AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું બન્યું મુશ્કેલ! AI ટેસ્ટમાં 80% ફેલ, અમદાવાદમાં 55 દિવસનું વેઇટિંગ

અમદાવાદમાં AI ટેસ્ટ શરૂ થયા બાદ એક મહિનામાં લાઇટ મોટર વ્હીકલ લાઇસન્સ માટેના આશરે 80% અરજદારો ટેસ્ટમાં ફેલ થયા છે. જ્યારે ટુ-વ્હીલર ટેસ્ટમાં લગભગ 30% અરજદારો ફેલ થયા છે. ફોર-વ્હીલર ટેસ્ટમાં ફેલ થવાના મુખ્ય કારણોમાં પેરેલલ પાર્કિંગની ભૂલોનો મોટો હિસ્સો છે.

ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું બન્યું મુશ્કેલ! AI ટેસ્ટમાં 80% ફેલ, અમદાવાદમાં 55 દિવસનું વેઇટિંગ
driving licence
| Updated on: Sep 14, 2026 | 12:02 PM
Share

અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ RTOમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે લેવામાં આવતા AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટના કારણે અરજદારોનો વેઇટિંગ સમય વધી ગયો છે. નવી ટેક્નોલોજીથી ડ્રાઇવિંગ ટેસ્ટ વધુ ચોકસાઈ અને કડક રીતે લેવામાં આવી રહ્યા છે, જેના કારણે પહેલા પ્રયાસમાં ફેલ થનારા અરજદારોની સંખ્યા વધી છે. પરિણામે રિ-ટેસ્ટ માટેની અરજીઓ પણ વધી રહી છે.

અમદાવાદમાં 50-55 દિવસનું વેઇટિંગ

અમદાવાદમાં લગભગ દોઢ મહિનાથી AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક કાર્યરત છે. હાલ ચાર પૈડાંના વાહન માટે ડ્રાઇવિંગ ટેસ્ટની એપોઇન્ટમેન્ટ મેળવવા માટે અરજદારોને લગભગ 50થી 55 દિવસ રાહ જોવી પડી રહી છે. આ સમસ્યા ઘટાડવા માટે સુભાષ બ્રિજ RTO ખાતે વધુ એક AI ટેસ્ટ ટ્રેક બનાવવાની યોજના છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર નવો ટ્રેક શરૂ થયા બાદ વેઇટિંગ પિરિયડ લગભગ અડધો થઈ શકે છે.

હાલ અમદાવાદના AI ટેસ્ટ ટ્રેક પર દરરોજ આશરે 160થી 180 ટુ-વ્હીલર અને 100થી 110 ફોર-વ્હીલરના ટેસ્ટ લેવામાં આવે છે. જોકે રિ-ટેસ્ટ માટે આવતા અરજદારોની સંખ્યા વધતા ટ્રેક પરનો ભાર વધી રહ્યો છે.

80% કાર ડ્રાઇવિંગ ટેસ્ટમાં અરજદારો ફેલ

અમદાવાદમાં AI ટેસ્ટ શરૂ થયા બાદ એક મહિનામાં લાઇટ મોટર વ્હીકલ લાઇસન્સ માટેના આશરે 80% અરજદારો ટેસ્ટમાં ફેલ થયા છે. જ્યારે ટુ-વ્હીલર ટેસ્ટમાં લગભગ 30% અરજદારો ફેલ થયા છે. ફોર-વ્હીલર ટેસ્ટમાં ફેલ થવાના મુખ્ય કારણોમાં પેરેલલ પાર્કિંગની ભૂલોનો મોટો હિસ્સો છે. જ્યારે ટુ-વ્હીલર ટેસ્ટમાં બેલેન્સ જાળવી ન શકવું અને પગ જમીન પર મૂકવો મુખ્ય કારણો રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે પૂરતી તૈયારીનો અભાવ અને ડેમો વીડિયો ધ્યાનથી ન જોવાને કારણે પણ ઘણા અરજદારો નિષ્ફળ થઈ રહ્યા છે.

રાજકોટ, સુરત અને વડોદરામાં પણ વેઇટિંગ વધ્યું

AI ડ્રાઇવિંગ ટેસ્ટની અસર માત્ર અમદાવાદ પૂરતી મર્યાદિત નથી. રાજકોટમાં અગાઉ 15થી 25 દિવસનું વેઇટિંગ હતું, જે હવે વધીને 45થી 51 દિવસ થયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર લાંબો ટેસ્ટ સમય અને રિ-ટેસ્ટ માટે આવતા અરજદારોને કારણે વેઇટિંગ વધ્યું છે. રાજકોટમાં ટેસ્ટ પાસ થવાનો દર પણ ઘટીને લગભગ 20થી 22% થયો છે. અહીં વધુ એક ટેસ્ટ ટ્રેક બનાવવાનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે.

સુરતમાં અગાઉ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આશરે એક અઠવાડિયાનું વેઇટિંગ હતું, જે હવે વધીને 35થી 45 દિવસ થયું છે. સુરતમાં પણ વધુ એક AI ટેસ્ટ ટ્રેક બનાવવાની યોજના છે. બીજી તરફ વડોદરામાં અગાઉ લગભગ 3 અઠવાડિયાનું વેઇટિંગ હતું, જે હવે વધીને લગભગ 2 મહિના થયું છે. અહીં દરરોજ આશરે 90થી 100 લોકો કાર ડ્રાઇવિંગ ટેસ્ટ આપે છે.

AI આધારિત ટેસ્ટનો મુખ્ય હેતુ ડ્રાઇવિંગ કૌશલ્યનું વધુ નિષ્પક્ષ અને કડક મૂલ્યાંકન કરીને યોગ્ય ડ્રાઇવરોને જ લાઇસન્સ આપવાનો છે. જોકે હાલ ટેસ્ટમાં નિષ્ફળ થનારા અરજદારો અને રિ-ટેસ્ટની સંખ્યા વધતા વિવિધ શહેરોમાં વેઇટિંગનો પ્રશ્ન ઊભો થયો છે. નવા ટેસ્ટ ટ્રેક શરૂ થયા બાદ આ સમસ્યામાં ઘટાડો થવાની આશા છે.

Gold Rate Today in Ahmedabad: અમદાવાદમાં સોનાનો ભાવ આજે કેટલો થયો? જાણો ગણેશ ચતુર્થિ પર સોના-ચાંદીની કિંમત, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
ભાડા વિધેયક મુદ્દે ચાલી રહેલી વકીલોની હડતાળનો સુખદ અંત
ભાડા વિધેયક મુદ્દે ચાલી રહેલી વકીલોની હડતાળનો સુખદ અંત
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
g clip-path="url(#clip0_868_265)">