Breaking News : અમદાવાદમાં વરસાદે 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો, બોપલમાં 20 ઈંચ વરસાદ, જુઓ VIDEO

| Edited By: | Updated on: Jul 25, 2026 | 9:32 AM

અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી વરસાદ મન મુકીને વરસી રહ્યો છે. ત્યારે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. તો કેટલીક જગ્યાએ ભુવા પડવાની પણ ઘટના સામે આવી રહી છે. વરસાદે અમદાવાદમાં રેકોર્ડ તોડ્યો છે. છેલ્લા 20 વર્ષમાં આટલો વરસાદ અમદાવાદમાં ક્યારે પણ પડ્યો નથી.

રાજ્યમાં આગામી 3 કલાક માટે 16 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં અવિરત વરસાદના કારણે ખેતરો તળાવ બન્યા છે.અનંત નેશનલ યુનિવર્સિટી પાછળના વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો પાણી ભરાવાના અવકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે.ઘુમાથી મણિપુરને જોડતા રોડની આજુબાજુના ખેતરો જળમગ્ન થયા છે.સંસ્કારધામ પાછળ આવેલ AUDA નું નવનિયુક્ત તળાવ છલકાયું છે.

અનંત નેશનલ યુનિવર્સિટી પાછળના તમામ રસ્તાઓ પાણીના ડૂબ્યા હતા. છેલ્લા 2 દિવસથી અમદાવાદમાં સતત પડી રહેલા વરસાદના કારણે શહેર જાણે નદી બની ગયું હોય તેવા દર્શ્યો હાલ સામે આવી રહ્યા છે.

ભારે વરસાદની આગાહી

ગુજરાત રાજ્યના કચ્છ, ખેરા, વડોદરા, ભરૂચ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ ( 15મીમી/કલાક) સાથે મધ્યમ વાવાઝોડા સાથે મહત્તમ સપાટી પવનની ગતિ 41-61 કિમી પ્રતિ કલાક (ઝૂંકા વાવાઝોડામાં) થવાની સંભાવના છે. વાદળછાયું વાતાવરણ અને વીજળી પડવાની શક્યતા મધ્યમ છે (30-60% વીજળી પડવાની સંભાવના). ગુજરાત રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આનંદ, પંચમહાલ, સુરત, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદ ( 5 થી 15 મીમી/કલાક) સાથે મધ્યમ વાવાઝોડા સાથે મહત્તમ સપાટી પવનની ગતિ 41 થી 61 કિમી પ્રતિ કલાક (ઝૂંકા વાવાઝોડામાં) થવાની સંભાવના છે.

20 ઈંચ જેટલો વરસાદ વરસ્યો

વાદળછાયું વાતાવરણ (30 -60 % વીજળી પડવાની સંભાવના) સાથે વીજળી પડવાની શક્યતા પણ ઓછી છે. ગુજરાત રાજ્યના સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, દાદર અને નગર હવેલી, વલસાડ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ ( 5 મીમી/કલાક) થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં વરસાદે 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. બોપલમાં ઐતિહાસિક 20 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

 

 

ગુજરાત પર હજુય તોળાશે ‘વરસાદી સંકટ’… 1100 થી વધુ રોડ અને 1600 ST બસ બંધ, આર્મી સહિત NDRF-SDRF ની 49 ટીમ મેદાને – જુઓ Video અહી ક્લિક કરો

 

Published on: Jul 25, 2026 09:09 AM
Follow Us