Breaking News : નકલી વકીલ બની, ન્યાય અપાવવાના બહાને પતિ-પત્નીએ કરી લાખોની ઠગાઇ

| Edited By: | Updated on: Feb 04, 2026 | 2:27 PM

મહેસાણાના કડીની જ્યાં વકીલાતની ડિગ્રી વગર જ એક દંપતી ઓફિસ ખોલી હોવાનું સામે આવ્યું છે. તેમજ આ નકલી વકીલ દંપતીએ અનેક લોકોને નિશાન બનાવ્યા છે. હાલમાં દંપતી વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

તમે નકલી પનીર,ઘી કે પછી કોઈ પણ ખાદ્ય વસ્તુઓ નકલી હોય તેવી વાત તો સાંભળી હશે. પોલીસ અને જજ પણ નકલી હોવાની વાત સાંભળી હશે, પરંતુ હવે તો નકલી પોલીસની સાથે નકલી વકીલ હોવાનો કિસ્સો પણ સામે આવ્યો છે. રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે હવે વકીલ પણ નકલી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઘટના છે મહેસાણાના કડીની જ્યાં વકીલાતની ડિગ્રી વગર જ એક દંપતીએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વકીલ હોવાની ઓળખ ઉભી કરી પોતાની દુકાન ખોલી હતી. લાખોનો ચુનો પણ લગાવ્યો હતો.

‘બંટી અને બબલી’ની જોડી

તેમજ ન્યાય માગવા આવેલા નિર્દોષને ‘બંટી અને બબલી’ની જોડીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયા ખંખેરી લીધા હતા. ફરિયાદીને એક વ્યક્તિને ઉછીના આપેલા પૈસા કાયદાકીય રીતે પરત મેળવવા હોવાથી.વકીલ દંપતી મિતેશ સાધુ અને તેની પત્ની ફાલ્ગુની સાધુને મળ્યા હતા. દંપતીએ નામ બદલી અવિનાશ રાવલ અને ફાલ્ગુની રાવલ તરીકે પોતાની ઓળખ આપી.ફરિયાદીને મદદ કરવાને બદલે ડરાવી પૈસા ખંખેરવાનું શરૂ કર્યું હતું.

પૈસાની માગણીઓ બંધ ન થતા ફરિયાદીને શંકા ગઈ

ભેજાબાજ દંપતીએ ફરિયાદીને બળાત્કારના ખોટા કેસ અંગે ડરાવી 3 લાખ 27 હજાર રૂપિયા પડાવી લીધા હતા.પરંતું, પૈસાની માગણીઓ બંધ ન થતા ફરિયાદીને શંકા ગઈ અને તેઓ તપાસ કરવા વકીલની ઓફિસે પહોંચ્યા તો ત્યાં તાળું હતું. તપાસ બાદ જાણવા મળ્યું કે, અવિનાશ રાવલ કે ફાલ્ગુની રાવલ નામના કોઈ વકીલનું અસ્તિત્વ જ નથી.આખરે મિતેશ સાધુ અને ફાલ્ગુની સાધુ નામના દંપતી વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે. અહી ક્લિક કરો

Published on: Feb 04, 2026 02:05 PM