AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર, ટેકનિશિયને બચાવ્યો જીવ, જુઓ Video

ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા મહેશ પરમારે જોખમની પરવા કર્યા વિના તરત જ મુસાફરને પકડી લીધો હતો. તેમની સતર્કતા અને બહાદુરીના કારણે આધેડ મુસાફર ટ્રેનની નીચે પટકાતા બચી ગયા હતા. ઘટનાને પગલે પ્લેટફોર્મ પર હાજર લોકોમાં રાહત જોવા મળી હતી.

| Updated on: Sep 01, 2026 | 3:45 PM
Share

અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર આજે મોટી દુર્ઘટના ટળી હતી. જમ્બલપુર-વેરાવળ એક્સપ્રેસમાં ચઢતી વખતે એક આધેડ મુસાફરનો પગ લપસી જતાં તેઓ ચાલતી ટ્રેનમાં સંતુલન ગુમાવી બેઠા હતા. પરિણામે મુસાફર કોચની સીડી પાસે લટકી ગયા હતા.

ચાલુ ટ્રેનમાં ચઢવા જતા મુસાફર લટકી પડ્યો

મુસાફર ટ્રેન સાથે લટકી રહ્યા હોવાની સ્થિતિ જોતા આસપાસના લોકોમાં પણ અફરાતફરી મચી હતી. જોકે, સમયસૂચકતા અને હિંમત દાખવી એક ટેકનિશિયને મુસાફરનો જીવ બચાવી લીધો હતો.

ટેકનિશિયને મુસાફરનો જીવ બચાવ્યો

ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા મહેશ પરમારે જોખમની પરવા કર્યા વિના તરત જ મુસાફરને પકડી લીધો હતો. તેમની સતર્કતા અને બહાદુરીના કારણે આધેડ મુસાફર ટ્રેનની નીચે પટકાતા બચી ગયા હતા. ઘટનાને પગલે પ્લેટફોર્મ પર હાજર લોકોમાં રાહત જોવા મળી હતી.

જીવ માટે જોખમી બની શકે આમ કરવું

ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરવો કેટલો જોખમી બની શકે છે તેનું આ ઘટના વધુ એક ઉદાહરણ છે. થોડી ક્ષણોની ઉતાવળ મુસાફરના જીવ માટે જોખમી બની શકે છે. રેલવે તંત્ર દ્વારા પણ મુસાફરોને ચાલતી ટ્રેનમાં ચઢવા કે ઉતરવા નહીં અને ટ્રેન સંપૂર્ણપણે ઊભી રહે ત્યાર બાદ જ કોચમાં પ્રવેશવા અપીલ કરવામાં આવે છે. મહેશ પરમારની સમયસૂચકતા અને હિંમતને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

Kheda Breaking : આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં આપેલા ઢોકળામાં નીકળી ઈયળો! વાલીઓએ કરી કાર્યવાહીની માગ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
4 માંગણીઓ સાથે શાળા સંચાલકોનું કલેક્ટરને આવેદન
4 માંગણીઓ સાથે શાળા સંચાલકોનું કલેક્ટરને આવેદન
વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ
વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
રાજ્યમાં મહેસૂલ વિભાગના કર્મચારીઓની હડતાળ, 2 હજાર કર્મચારીઓ હડતાળ પર
રાજ્યમાં મહેસૂલ વિભાગના કર્મચારીઓની હડતાળ, 2 હજાર કર્મચારીઓ હડતાળ પર
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
g clip-path="url(#clip0_868_265)">