Kheda Breaking : આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં આપેલા ઢોકળામાં નીકળી ઈયળો! વાલીઓએ કરી કાર્યવાહીની માગ
બાળકોને આપવામાં આવેલા ઢોકળામાં ઈયળો મળી આવતાં વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં કેટલાક વાલીઓ આંગણવાડી ખાતે પહોંચી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો.
ખેડા જિલ્લાના આંતરસુંબા ગામની આંગણવાડીમાં બાળકોને આપવામાં આવેલા નાસ્તામાંથી ઈયળો નીકળ્યાની ઘટના સામે આવી છે. બાળકોને આપવામાં આવેલા ઢોકળામાં ઈયળો મળી આવતાં વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં કેટલાક વાલીઓ આંગણવાડી ખાતે પહોંચી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો.
બાળકોના નાસ્તામાં નીકળી ઈયળો
વાલીઓના જણાવ્યા મુજબ, આંગણવાડીમાં બાળકોને આપવામાં આવેલા ઢોકળામાં ઈયળો જોવા મળી હતી. આ ઘટનાને લઈને નાસ્તાની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. વાલીઓનો વધુમાં આક્ષેપ છે કે, જે દિવસે ઢોકળા આપવામાં આવ્યા હતા, તે મેનુમાં ઢોકળાનો સમાવેશ ન હોવા છતાં બાળકોને નાસ્તામાં ઢોકળા આપવામાં આવ્યા હતા.
વાલીઓએ ચિંતા વ્યક્ત કરી
બાળકોને આપવામાં આવતા ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે વાલીઓએ ચિંતા વ્યક્ત કરી છે. નાસ્તામાંથી જીવાત નીકળવાની ઘટનાથી બાળકોના સ્વાસ્થ્યને લઈને પણ સવાલો ઉઠ્યા છે.
કડક કાર્યવાહી કરાવા કરી માંગ
વાલીઓએ સમગ્ર મામલાની યોગ્ય તપાસ કરવામાં આવે અને બાળકોને આપવામાં આવતા નાસ્તાની ગુણવત્તા નિયમિત રીતે ચકાસવામાં આવે તેવી માગ કરી છે. સાથે જ બેદરકારી દાખવનારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ વાલીઓએ માંગણી કરી છે. હવે સમગ્ર મામલે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.
Breaking News : વલસાડના ઉમરગામ GIDCમાં રેડ પાડીને એવરેસ્ટ હિંગનો જથ્થો જપ્ત કરાયો, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં આપેલા ઢોકળામાં નીકળી ઈયળો!
ઉમરગામ GIDCમાં રેડ પાડીને હિંગનો જથ્થો જપ્ત કરાયો, જુઓ Video
આજનું રાશિફળ : રોકાણ, વેપાર અને નોકરીમાં 12 રાશિનું ભાગ્ય શું કહે છે?
તહેવારો ટાણે ખાંડની અછત વચ્ચે રાજ્ય સરકારે વિતરણની મુદ્દત લંબાવી

