Breaking News : માતા-પિતા માટે ચેતવણી રુપ કિસ્સો ! રાજકોટમાં દોઢ વર્ષની બાળકી પ્લાસ્ટિકની દડી ગળી જતા મોત, જુઓ Video
રાજકોટમાં દોઢ વર્ષની બાળકી પ્લાસ્ટિકની દડી ગળી જતા મોતની ઘટના સામે આવી છે. મવડી વિસ્તારમાં રહેતી દોઢ વર્ષની માસુમ બાળકીનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
માતા-પિતા માટે ચેતાવણી રુપ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં દોઢ વર્ષની બાળકી પ્લાસ્ટિકની દડી ગળી જતા મોતની ઘટના સામે આવી છે. મવડી વિસ્તારમાં રહેતી દોઢ વર્ષની માસુમ બાળકીનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બાળકી દડી રમતા રમતા પ્લાસ્ટીકની દડી ગળી ગઈ હતી. બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ હોસ્પિટલ લઈ જવાઈ હતી. બાળકીને વધુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું છે.
ઉલ્લેખનીય છે કે બાળકી પ્લાસ્ટીકની દડી ગળી જતા મોત થયું છે. બાળકીનું મોત થતા પરિવાર નીચેથી જમીન ખસી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બાળકી પ્લાસ્ટીકની દડી રમતી હતી ત્યારે દડી ગળી જતા તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાળકીને વધુ સારવાર દરમિયાન મોત થયું છે.
બાળકનું માથુ રમતા-રમતા લિફ્ટમાં ફસાતા થયુ હતુ મોત
બીજી તરફ આ અગાઉ સુરતના ભટાર વિસ્તારમાં લિફ્ટમાં ફસાતા બાળકનું મોત થયુ હોવાનું સામે આવ્યુ હતુ. 12 વર્ષીય બાળક રમતા-રમતા લિફ્ટમાં જતુ રહ્યું હતુ. ત્યારે બાળકે લિફ્ટની સ્વિચ ચાલુ કરીને જોવા જતા માથું ફસાયુ હતું. તેણે બહાર નીકળવા માટે પ્રયાસ કરતા બાળકનું માથુ લિફ્ટમાં ફસાયુ હતુ. બાળક ઓરિસ્સાથી વેકેશન મનાવવા સુરત આવ્યુ હતુ. જે દરમિયાન આ ઘટના બની હતી. બાળકનું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો હતો.

રાજીનામાના ડ્રામા વચ્ચે કાંતિ અમૃતિયાનો ઓડિયો થયો વાયરલ, જુઓ Video

તંત્રએ રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ચણી લીધી !

અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video

કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?
