Breaking News: વડોદરામાં હેમાંગ જોશીના ગંભીર આક્ષેપ, ’30 વર્ષથી પાણી પોલિટિક્સથી પ્રજાને ભરમાવવામાં આવે છે’, Watch Video
વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર-16માં ભાજપના સાંસદ હેમાંગ જોશીએ કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને કેટલાક અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કરીને ચકચાર મચાવી છે. જાહેર મંચ પરથી હેમાંગ જોશીએ દાવો કર્યો કે છેલ્લા 30 વર્ષથી વોર્ડમાં “પાણી પોલિટિક્સ” ચાલી રહી છે અને પ્રજાને યોજનાબદ્ધ રીતે ભરમાવવાનો પ્રયાસ થાય છે.

પાણીના વાલ્વ બંધ કરી તેની ચાવી ગાયબ કરી દેવામાં આવે છે
તેમણે આરોપ લગાવ્યો કે કોર્પોરેટરો અને કેટલાક અધિકારીઓની મીલીભગતથી વિકાસ કામો અટકાવવામાં આવે છે. હેમાંગ જોશીના કહેવા મુજબ પહેલા પાણીના વાલ્વ બંધ કરી તેની ચાવી ગાયબ કરી દેવામાં આવે છે, પછી જ્યારે કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર પહોંચે ત્યારે જ ચાવી મળી આવે છે અને સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે છે. આ સમગ્ર પ્રકરણ દ્વારા લોકોમાં એક ખાસ છબી ઉભી કરવાનો પ્રયાસ થતો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો.
અધિકારીઓને ફોન કરે ત્યારે તેઓ ઉપલબ્ધ રહેતા નથી
સાંસદે વધુમાં કહ્યું કે ભાજપના કોર્પોરેટર અધિકારીઓને ફોન કરે ત્યારે તેઓ ઉપલબ્ધ રહેતા નથી, પરંતુ ચોક્કસ નેતાઓ માટે તંત્ર તરત જ કામ કરે છે. તેમણે અધિકારીઓના “સેટિંગ”નો ઉલ્લેખ કરીને કહ્યું કે ચૂંટણી પૂર્ણ થયા બાદ આવા અધિકારીઓનો પણ હિસાબ લેવામાં આવશે.
હેમાંગ જોશીના આ નિવેદનોથી વોર્ડ નંબર-16ની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. ચૂંટણી પહેલા આવા આક્ષેપો બાદ રાજકીય આરોપ-પ્રત્યારોપ વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
Umreth Assembly By Election 2026: ઉમરેઠ વિધાનસભા બેઠકની આજે પેટાચૂંટણી, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ