AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Umreth Assembly By Election 2026: ઉમરેઠ વિધાનસભા બેઠકની આજે પેટાચૂંટણી, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ

આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠકની આજે પેટાચૂંટણી ઓજાઈ છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કટોકટીનો જંગ છે. જેને કારણે રાજકીય માહોલ પણ ગરમાયો છે.

Umreth Assembly By Election 2026: ઉમરેઠ વિધાનસભા બેઠકની આજે પેટાચૂંટણી, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ
Umreth Bye Election 2026Image Credit source: TV9 Network
| Updated on: Apr 23, 2026 | 8:46 AM
Share

એક તરફ ભારતમાં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુની વિધાનસભા માટે આજે મતદાન ચાલી રહ્યુ છે. ત્યાં કેટલાક રાજ્યોમાં ખાલી પડેલી વિધાનસભાની પેટાચૂંટણીનો પણ આજે જંગ જોવા મળશે. આજે 23 એપ્રિલ 2026ના રોજ  ગુજરાતના આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી સહિત મહારાષ્ટ્રની બારામતી અને રાહુરી વિધાનસભાની પેટાચૂંટણી માટે પણ મતદાન ચાલી રહ્યુ છે.

ધારાસભ્યના નિધનથી ખાલી થઇ હતી બેઠક

ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું 6 માર્ચ, 2026 ના રોજ 82 વર્ષની વયે આણંદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું હતું. ગોવિંદભાઈ પરમાર પહેલી વાર 2017માં આ બેઠક પરથી ચૂંટાયા હતા અને 2022માં ફરીથી ચૂંટાયા હતા.

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ

ભાજપ તરફથી પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના પુત્ર મેદાનમાં ઉતર્યા છે. તો કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ મેદાને ઉતર્યા છે. બંને પક્ષોના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળવાની છે. જોકે આ ચૂંટણીમાં કુલ 6 ઉમેદવારોએ પણ ભાગ લીધો છે.

મતદાન માટે કુલ કુલ 2 લાખ 45 હજાર 623 મતદારો છે. જેમાં 1 લાખ 26 હજાર 545 પુરુષ મતદારો અને 1 લાખ 19 હજાર 72 મહિલા મતદારો છે. આ ઉપરાંત કુલ 1 હજાર 546 જેટલા દિવ્યાંગ મતદારો પણ તેમના પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. 4 હજાર 174 યુવા મતદારો પ્રથમવાર મતદાન કરવાના છે. જ્યારે 1 હજાર 556 સુપર સિનિયર સિટિઝન મતદારો પણ મતદાન પ્રક્રિયામાં જોડાશે.

ઉમરેઠ વિધાનસભા બેઠકમાં કુલ 46 ગામ અને પાલિકાઓનો સમાવેશ થયો છે. શહેરી વિસ્તારમાં 68 અને ગ્રામ્ય વિસ્તારમાં 238 એમ કુલ 306 મતદાન મથકો બનાવવામાં આવેલા છે. ચૂંટણી દરમિયાન અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

આ 6 લોકો છે પેટાચૂંટણી મેદાનમાં

ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ અને ભારતીય જનતા પાર્ટીના હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર સાથે જનતા દળના મૌલિકભાઈ વિનુભાઈ શાહ અને અપક્ષ તરીકે જીતેશભાઈ ઘનશ્યામભાઈ સેવક, નિરૂપાબેન નટવરલાલ માધુ અને મહેન્દ્રભાઈ નટવરભાઈ પરમાર પણ મેદાનમાં ઉતર્યા છે.

મતદાન કરતી વખતે આ ઓળખપત્ર છે જરૂરી

  • મતદાર ઓળખ પત્ર3
  • સ્માર્ટ કાર્ડ (શ્રમ મંત્રાલયની યોજના હેઠળ જારી કરાયેલ સ્માર્ટ કાર્ડ)
  • પાસપોર્ટ
  • મનરેગા (જોબ કાર્ડ)
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • આરોગ્ય વીમો
  • સ્માર્ટ કાર્ડ (શ્રમ મંત્રાલયની યોજના હેઠળ જારી કરાયેલ)
  • સર્વિસ આઈડેન્ટી કાર્ડ (કેન્દ્ર/રાજ્ય સરકાર/પીએસયુ/ પબ્લિક લિમિટેડ કંપનીઓ દ્વારા કર્મચારીઓને જારી કરાયેલ)
  • પેન્શન દસ્તાવેજ (ફોટો સાથે)
  • પાસબુક (બેંક/પોસ્ટ દ્વારા જારી કરાયેલ ફોટો સાથે ઓફિસ)
  • સત્તાવાર ઓળખપત્ર (સાંસદો/ધારાસભ્યો/MLC ને આપવામાં આવે છે)
  • પાન કાર્ડ
  • આધાર કાર્ડ

23 એપ્રિલના મહત્વના સમાચાર : પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં મતદાન શરૂ, PM મોદીએ કહ્યુ- ઉત્સાહથી મતદાન કરો

Follow Us
નવા સાહસો નફાકારક સાબિત થઈ શકે છે, વજનને નિયંત્રણમાં રાખો
નવા સાહસો નફાકારક સાબિત થઈ શકે છે, વજનને નિયંત્રણમાં રાખો
વડોદરામાં 3 મહિલા કોથળામાં ભરીને ગલુડીયા ચોરી ગઈ ! વીડિયો વાયરલ
વડોદરામાં 3 મહિલા કોથળામાં ભરીને ગલુડીયા ચોરી ગઈ ! વીડિયો વાયરલ
ભાવનગર કોંગ્રેસ પ્રમુખને હાઈકોર્ટની રાહત: ધરપકડ મામલે મોટો આદેશ
ભાવનગર કોંગ્રેસ પ્રમુખને હાઈકોર્ટની રાહત: ધરપકડ મામલે મોટો આદેશ
જૂનાગઢમાં ચૂંટણી પૂર્વે મતદારોનો મિજાજ: કાલસારીના રહીશોએ શું કહ્યું?
જૂનાગઢમાં ચૂંટણી પૂર્વે મતદારોનો મિજાજ: કાલસારીના રહીશોએ શું કહ્યું?
અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ
અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ
આણંદના સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટના નિવેદન અંગેનો વિવાદ વકર્યો
આણંદના સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટના નિવેદન અંગેનો વિવાદ વકર્યો
વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું : બોઘાવાલા
વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું : બોઘાવાલા
BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો
BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો
અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો
અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો
બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!
બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!
g clip-path="url(#clip0_868_265)">