Breaking News : ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય, અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાત પર 3 સિસ્ટમને કારણે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાત પર 3 સિસ્ટમને કારણે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની શક્યતા છે. તેમજ દરિયાકિનારે 40 થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડી પાસે સક્રિય, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ એમ કુલ 3 સિસ્ટમને કારણે ભારે વરસાદની આગાહી કરી છે. તો ઉત્તર ગુજરાત સહિત અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
અંબલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી
હવામાન શાસ્ત્રી અનુસાર આજે ધોધમાર વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 26 ઓગસ્ટથી રાજ્યમાં વધુ એક સિસ્ટમ સક્રિય બનશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ આવશે. તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના એંધાણ અંબાલાલ પટેલે વ્યક્ત કર્યા છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. જો કે ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
