Breaking News: ગુજરાતમાં ગરમીથી મળશે આંશિક રાહત, આજથી તાપમાનમાં ઘટાડાની શક્યતા
ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળશે. આજથી તાપમાન ઘટી શકે છે. ભેજવાળા પવનો ફૂંકાતા ગરમીથી આંશિક રાહત મળશે. તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો સામાન્ય ઘટાડો થશે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રચંડ ગરમીનો સામનો કરી રહેલા લોકો માટે હવે થોડી રાહતના સંકેતો મળી રહ્યા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજથી તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો સામાન્ય ઘટાડો નોંધાઈ શકે છે. ભેજવાળા પવનો ફૂંકાવાના કારણે ગરમીની તીવ્રતા થોડી ઓછી અનુભવાશે, જોકે ઉકળાટમાં વધારો થવાની શક્યતા છે.
તાપમાન 40થી 43 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના
આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન 40થી 43 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી સાથે ભેજનું પ્રમાણ વધતા લોકોમાં અસ્વસ્થતા વધી શકે છે.
દરિયા કિનારાના વિસ્તારોમાં અનુભવાશે ઉકળાટ
દિવ, દમણ અને દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં ઉકળાટ વધુ રહેવાની શક્યતા છે, જેના કારણે લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની શકે છે. નિષ્ણાતો લોકોને બપોરના સમયે અનાવશ્યક બહાર જવાનું ટાળવા, પૂરતું પાણી પીવાનું અને સૂર્યપ્રકાશથી બચવા સલાહ આપી રહ્યા છે. આંશિક રાહત છતાં ગરમીનો પ્રભાવ યથાવત રહેવાનો હોવાથી આરોગ્ય પ્રત્યે ખાસ કાળજી રાખવાની જરૂર છે.
આ પણ વાંચો- Fact Check: શું પેટ્રોલ-ડીઝલના ભાવમાં ₹12 નો તોતિંગ વધારો થયો છે? વાયરલ નોટિસથી જનતામાં ફફડાટ