Breaking News : એરપોર્ટને પણ ટક્કર મારે તેવી સુવિધાઓથી સજ્જ બન્યું ઉધના રેલવે સ્ટેશન, જુઓ Video
દિવાળીના તહેવાર પર રેલવે તંત્ર સજ્જ છે. દર વર્ષે તહેવાર પર ભીડના કારણે ચર્ચામાં રહેતા સુરતના ઉધના રેલવે સ્ટેશનનો કાયાકલ્પ થયો છે.એરપોર્ટને પણ ટક્કર મારે તેવી સુવિધાઓથી રેલવે સ્ટેશન સજ્જ બન્યું છે.
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર દેશનો સૌથી મોટો ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’ તૈયાર કરાયો છે. જે એરપોર્ટને પણ ટક્કર મારે તેવી સુવિધાઓથી સજ્જ છે.દિવાળી અને છઠ પૂજાને લઈને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોની સુવિધા માટે ઉધના રેલવે સ્ટેશન પર યાત્રી સુવિધા કેન્દ્ર તૈયાર કરાયું.હોલ્ડિંગ એરિયામાં એક જ સમયે 10 હજારથી 15 હજાર મુસાફરો એકસાથે રોકાઈ શકશે.જેના કારણે તહેવારો દરમિયાન પ્લેટફોર્મ અને સ્ટેશનના મુખ્ય દ્વાર પર ભીડ નહીં થાય.
10 વધારાની ટિકિટ વિન્ડો શરૂ
મુસાફરોને તાજી હવા મળી શકે તે માટે જમ્બો એર સર્ક્યુલેશન ફેન્સ, પીવાના પાણીની સુવિધા, સિનિયર સિટિઝન માટે બેસવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.મુસાફરોને ટિકિટ માટે લાંબી લાઇનોમાં ન ઊભવું પડે તે માટે પરિસરમાં જ 10 વધારાની ટિકિટ વિન્ડો શરૂ કરવામાં આવી છે.ટ્રેનની સ્થિતિ અને સમયપત્રક માટે મોટા ડિસ્પ્લે બોર્ડ્સ, હેલ્પડેસ્ક અને અનાઉન્સમેન્ટ સિસ્ટમ કાર્યરત રહેશે.મુસાફરોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા, સિક્યોરિટી ચેકપોઇન્ટ્સ અને રેલવે પોલીસ બંદોબસ્તની કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.માળખાકીય સુવિધા ઉપરાંત મુસાફરો માટે વાધરાની ટ્રેનો પણ દોડાવાશે.
દિવાળી અને છઠ્ઠ પૂજા પહેલાં વતન જતાં મુસાફરો વધ્યા છે. મુસાફરોની ભીડને પહોંચી વળવા 9 વિશેષ ટ્રેન દોડશે.મુસાફરોની સુવિધા માટે ઉધના સ્ટેશન પર યાત્રી સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે.ભીડ નિયંત્રણ સાથે મુસાફરો અને તંત્રને પણ રાહત મળશે.અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ મુસાફરો વતન પરત ફર્યા છે.
Breaking News : મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુ ટ્રેન શરૂ, 9 વર્ષની લાંબી રાહ બાદ PM Modiએ ગિફ્ટ આપી અહી ક્લિક કરો