Breaking News : ભાવનગરમાં બુટલેગરોએ કરેલા દબાણો પર ફર્યું બુલડોઝર, આડોડિયાવાસમાં તંત્રની મોટી કાર્યવાહી, જુઓ Video
ભાવનગરના આડોડિયાવાસ વિસ્તારમાં ગેરકાયદે દબાણો પર તંત્રે કડક કાર્યવાહી કરતા બુલડોઝર ચલાવાયું, પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સરકારી જમીન ખાલી કરાવાઈ.
ભાવનગર શહેરમાં બુટલેગરો અને અસામાજિક તત્વો દ્વારા કરાયેલા ગેરકાયદે દબાણો સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરના આડોડિયાવાસ વિસ્તારમાં સરકારી જમીન પર બનાવાયેલા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ચલાવી ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી.
આ કાર્યવાહી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 6 પી.આઈ., 20 પી.એસ.આઈ. તેમજ 200થી વધુ પોલીસકર્મીઓને તૈનાત રાખવામાં આવ્યા હતા જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. કોર્પોરેશનની ટીમ સાથે સંકલન કરીને આ દબાણો તોડી પાડવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી.
તંત્રના જણાવ્યા મુજબ, જે લોકો વિરુદ્ધ પ્રોહિબિશન અને શરીર સંબંધિત ગુનાઓ નોંધાયેલા હતા, તેવા અસામાજિક તત્વોએ સરકારી જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો. આ દબાણોને દૂર કરીને જમીનને ફરીથી સરકારી કબજામાં લેવામાં આવી રહી છે. આ કાર્યવાહી દ્વારા તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગેરકાયદે દબાણો અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવશે અને કાયદો ભંગ કરનારાઓને કોઈ રાહત આપવામાં આવશે નહીં.
આ પણ વાંચો-Breaking News : પાટણના ઝીલિયા ગેંગવોરને પગલે સમગ્ર જિલ્લામાં કલમ 163 લાગુ કરાઈ, જુઓ વીડિયો