AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન : 50 ટીમોએ આખી રાત જિલ્લો ધમરોળાયો, જુઓ વિડીયો

Breaking News : બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન : 50 ટીમોએ આખી રાત જિલ્લો ધમરોળાયો, જુઓ વિડીયો

| Updated on: Jun 03, 2026 | 10:03 AM
Share

ભરૂચ : ઔદ્યોગિક નગરીમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી કાઢવા માટે ભરૂચ પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ(LCB), સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને સ્થાનિક પોલીસની કુલ 50 જેટલી ટીમોએ ભરૂચ, અંકલેશ્વર, દહેજ સહિતના વિવિધ વિસ્તારોમાં સઘન અભિયાન ચલાવ્યું હતું.

મળતી માહિતી અનુસાર જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સુધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ અને તેમના દસ્તાવેજોની ચકાસણી શરૂ કરવામાં આવી છે. રહેણાંક વિસ્તારો, મજૂર વસાહતો, ભાડે રહેતા લોકો તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન આખી રાત પોલીસની ટીમો અલગ-અલગ વિસ્તારોમાં સક્રિય રહી હતી. સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાના હેતુથી ચલાવવામાં આવેલા આ અભિયાનમાં અનેક લોકોના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી છે.

જોકે, આ કાર્યવાહી દરમિયાન કેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરો મળી આવ્યા અથવા તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવી તે અંગે પોલીસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. પોલીસના સત્તાવાર ખુલાસાની રાહ જોવામાં આવી રહી છે.

Published on: Jun 03, 2026 09:57 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">