AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમરેલીમાં જળબંબાકાર, ભારે વરસાદને પગલે શિક્ષણ વિભાગનો નિર્ણય, શાળા-કોલેજોમાં આજે રજા જાહેર

Breaking News : અમરેલીમાં જળબંબાકાર, ભારે વરસાદને પગલે શિક્ષણ વિભાગનો નિર્ણય, શાળા-કોલેજોમાં આજે રજા જાહેર

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2026 | 9:52 AM
Share

અમરેલી જિલ્લામાં મુશળધાર મેઘાએ મુશ્કેલી સર્જી છે. વાડી ખેતર ફરતે શેત્રુંજી નદીના પાણી ફરી વળ્યા છે. તો જાફરાબાદ તાલુકાના વઢેરા ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.

અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી અનેક માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ થયો છે. નીચાણ વાળા દરિયા કાંઠાના ગામડામા પાણી પાણી જોવા મળી રહ્યુ છે.નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા લોકોને સ્થળાંતર કરી શાળામાં ખસેડયા છે.જાફરાબાદમાં મુશળધાર વરસાદે તારાજી સર્જી છે.નેશનલ હાઇવે પર વાહનોની અવરજવર સંપૂર્ણ ઠપ્પ છે. તો બીજી બાજુ અનેક જગ્યાએ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યા છે. આ વચ્ચે શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે.

શાળા-કોલેજોમાં આજે રજા જાહેર

અમરેલીમાં ભારે વરસાદને પગલે શિક્ષણ વિભાગનો નિર્ણય સામે આવ્યો છે. શહેર-ગ્રામ્યની તમામ શાળા-કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે.સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ધારી, ખાંભાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. કલેક્ટરની સૂચના બાદ શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે.અમરેલી-સાવરકુંડલા રોડ પર ભુવો પડતા રસ્તો બંધ થયો છે.ધસમસતા પાણીના પ્રવાહથી નેશનલ હાઇવેને ભારે નુકસાન થયું છે.

નેશનલ હાઇવે પર વાહનોની અવરજવર સંપૂર્ણ ઠપ્પ

વ્યસ્ત નેશનલ હાઇવે પર વાહનોની અવરજવર સંપૂર્ણ ઠપ્પ છે.માર્ગ બંધ થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.તો બીજી બાજુ સાવરકુંડલાના જુના સાવર ગામે 5 કલાક સુધી પાણીમાં ફસાયેલા યુવકનુ રેસ્ક્યુ ઓપરેશન સફળ રહ્યું હતુ.રોડ પર અચાનક પાણી આવી જતા કાર ચાલક યુવક જીવ બચાવવા કારની છત પર ચડી ગયો હતો.ઘટનાની જાણ થતાં જ તંત્ર દોડતું થયું ધારાસભ્ય મહેશ કસવાળા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, ટી.ડી.ઓ મામલતદાર, પોલીસ સ્ટાફ, દ્વારા રેસ્ક્યુ કરાયુ હતુ. રાત્રે 2 વાગ્યાં ચાલેલા રેસ્ક્યુ ઓપરેશનમાં યુવકને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.

 

 

Breaking News : મહુવાની ડોંગી નદીમાં રમકડાંની જેમ કાર તણાઈ, પરિવારનો ચમત્કારિક બચાવ જુઓ Video અહી ક્લિક કરો

 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">