Breaking News : મહુવાની ડોંગી નદીમાં રમકડાંની જેમ કાર તણાઈ, પરિવારનો ચમત્કારિક બચાવ જુઓ Video
મહુવાના ઓથા ગામે ડોંગી નદીમાં કાર તણાઈ હતી. પાણીના પ્રવાહમાં કાર તણાતા પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો. કાર તણાતાં ગ્રામજનોએ તાત્કાલિક દોડી જઈ પરિવારના તમામ સભ્યોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. મોટી જાનહાનિ ટળી છે.
ભાવનગરમાં વરસાદે મહેરની સાથે કહેર સર્જયો હતો.ભાવગરના ઓથા ગામ પાસે સર્જાઈ ચોંકાવનારી ઘટના સામે આવી હતી.મહુવાની ડોંગી નદીમાં કાર તણાઈ હતી. પાણીના પ્રચંડ પ્રવાહમાં કાર વહેતી થઈ હોવાના વીડિયો સામે આવ્યા હતા.આ ઘટનાની જાણ ગ્રામજનોને થતા ગામના લોકોએ સમયસર બચાવ કામગીરી હાથ ધરી હતી.કારમાં સવાર પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો.
સ્થાનિકોની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી હતી. પાણીના પ્રવાહમાંથી પરિવારને સલામત બહાર કાઢવામાં આવ્યો હતો.ભારે પ્રવાહ વચ્ચે જીવ બચાવવાનો જંગ જોવા મળ્યો હતો.
શોર્ટકટ રસ્તાએ જીવ અધ્ધર કર્યા
નદીમાં કાર તણાવા લાગતા કારની અંદર બેસેલા લોકોના જીવ અધ્ધર થયા હતા. સ્થાનિકોની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી છે. પરિવારને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.મહુવા તાલુકામાં છેલ્લા 18 કલાકમાં 8 ઈંચ વરસાદ ખાબક્યા છે. નદી નાળા છલકાઈ ગયા છે. આ પરિવાર ટોલ ટેક્સ બચાવવા માટે શોર્ટકર્ટ રસ્તો અપનાવ્યો હતો. વરસાદની સીઝનમાં આ પ્રકારની ગફલત મોંઘી સાબિત થઈ શકે છે.
ભાવનગરમાંથી બીજી દુખદ સમાચાર સામે આવ્યા હતા. જેમાં મહુવા તાલુકાના કોંજળી ગામે પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાયેલા વૃદ્ધ ખેડૂતનો 4 કલાક બાદ મૃતદેહ મળી આવ્યો છે.સવારે વાડીએથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કોંજળી ગામના કોઝવે પરથી પસાર થતાં પાણીના પ્રવાહમાં તેઓ તણાઈ ગયા હતા,મહુવા ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક ગ્રામજનોની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં ચાર કલાક બાદ મૃતદેહ મળી આવ્યો છે.
ભારતમાં મુખ્ય ત્રણ ઋતુ હોય છે. તેમાંથી એક ઋતુ ચોમાસુ છે. ચોમાસાને વરસાદની ઋતુ ગણવામાં આવે છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
