Breaking News : અંબાલાલ પટેલે વરસાદને લઇને કરી આગાહી, આ તારીખે ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ

Breaking News : અંબાલાલ પટેલે વરસાદને લઇને કરી આગાહી, આ તારીખે ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2023 | 1:08 PM

વરસાદને (Rain) લઇને હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે (Ambalal Patel) આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.

Rain Prediction : વરસાદને લઇને હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે (Ambalal Patel) આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં 26 જૂનથી 30 જૂન વચ્ચે દરમિયાન ભારે વરસાદની (Rain) આગાહી કરી છે. સાથે જ 1 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે કચ્છ સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા દર્શાવી છે. આ ઉપરાંત બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થશે અને જળાશયોમાં પાણીની આવક થશે.

આ પણ વાંચો-Surat: એક IT એન્જિનિયર યુવતીનો અનોખો સેવાયજ્ઞ, ઓવરબ્રિજ નીચે આશરો મેળવતા બાળકોને આપે છે અક્ષરજ્ઞાન

હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં 26 જૂનથી 30 જૂન દરમિયાન પાણીની આવક થશે. જેના કારણે પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે. તો મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. ગુજરાતની મોટાભાગની નદીઓમાં નીર છલકાશે. તેમજ દક્ષિણ રાજસ્થાન અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">