Breaking News : ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો ! રાજકોટમાં AQI 251 નોંધાયો, જુઓ Video

Breaking News : ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો ! રાજકોટમાં AQI 251 નોંધાયો, જુઓ Video

| Edited By: | Updated on: Nov 29, 2025 | 10:38 AM

ઠંડીની ઋતુ વચ્ચે રાજ્યના વિવિધ શહેરોના તાપમાનમાં વધારો થયો છે. રાજ્યમાંથી જાણે ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે 8 શહેરોમાં 18 ડિગ્રીથી વધુ લઘુતમ તાપમાન નોંધાયું છે.

ઠંડીની ઋતુ વચ્ચે રાજ્યના વિવિધ શહેરોના તાપમાનમાં વધારો થયો છે. રાજ્યમાંથી જાણે ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. 8 શહેરોમાં 18 ડિગ્રીથી વધુ લઘુત્ત તાપમાન નોંધાયું છે.  તેમજ અમદાવાદમાં સરેરાશ તાપમાન 6 ડિગ્રીથી વધુ નોંધાયું છે. પાંચ દિવસમાં તાપમાનમાં 5 ડિગ્રીનો વધારો નોંધાયો છે. તો 24 કલાક બાદ રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડાની શક્યતા છે. આ ઉપરાંત 5 ડિસેમ્બર બાદ અમદાવાદમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે.

રાજકોટમાં AQI 251 નોંધાયો

અમદાવાદમાં ગત રાત્રીએ 21 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે સામાન્ય કરતા 6 ડિગ્રી વધુ છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જેને જોતા ઠંડીની ઋતુમાં જાણે ઠંડી જ ગાયબ થઈ ગઈ હોય તેવો ઘાટ છે. જો કે હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા દિવસોમાં તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધી શકે. હાલ રાજકોટમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી, ગાંધીનગરમાં 20.8 ડિગ્રી, વડોદરામાં 21.2 ડિગ્રી જ્યારે સુરતમાં 22 ડિગ્રી જેટલું નોંધાયું છે.

જો કે રાજ્યમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી છે. ત્યારે રાજકોટમાં સરેરાશ AQI 251ને પાર થયો છે. તેમજ મેટ્રોસિટી અમદાવાદમાં સરેરાશ AQI 204 નોંધાયો છે. આ ઉપરાંત જો સુરત શહેરની વાત કરીએ તો સુરતમાં પણ AQI 194એ પહોંચતા સ્થાનિકોમાં ચિંતા વધી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો