Breaking News : અમદાવાદ રથયાત્રા પૂર્વે ઝોન 7 ડીસીપીની મોટી કાર્યવાહી, કુલ 190 આરોપીની ધરપકડ કરી
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ધ્યાનમાં રાખીને પૂર્વે ઝોન 7 ડીસીપીની મોટી કાર્યવાહી સામે આવી છે.190 આરોપી વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં પ્રથમ નંબરની રથયાત્રા અમદાવાદમાં યોજાય છે. અમદાવાદમાં 149મી રથયાત્રાને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલુ છે. રથયાત્રા પૂર્વે ઝોન 7 ડીસીપીની મોટી કાર્યવાહી સામે આવી છે. ઝોન 7 DCP દ્વારા ઓપરેશન ક્લીન સ્વીપ મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતુ. 190 આરોપી વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી.
પ્રોહિબિશન,M.V એક્ટ હેઠળ અને વોન્ટેડ આરોપીઓ મળી કુલ 190 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. વેજલપુર, સરખેજ, સેટેલાઈટ, વાસણા, પાલડી, એલિસ બ્રિજ, બોડકદેવ સહિતના વિસ્તારમાંથી આરોપીઓને ઝડપાયા હતા.
કુલ 47 જેટલા આરોપી પકડ્યા
પકડાયેલ આરોપી પૈકી સૌથી વધુ સરખેજ પોલીસના વોન્ટેડ, નાસ્તા ફરતા , પ્રોહીબિશન મળી કુલ 47 જેટલા આરોપી પકડ્યા છે.સેટેલાઈટ પોલીસે 26 વર્ષ જૂનો વોન્ટેડ આરોપી વનરાજ લબાના નામનો આરોપી પકડાયો છે. જે વર્ષ 2005ના ગુનાનો આરોપી બનાવટી ચલણી નોટનો વોન્ટેડ હતો.વેજલપુર પોલીસના 20 વર્ષ જૂનો વોન્ટેડ આરોપી યુસુફખાન પઠાણ ધરપકડ કરી છે. વર્ષ 2008માં સ્કોપિયો ગાડી ચોરીનો વોન્ટેડ આરોપી હતો.
પોલીસ કર્મચારીઓની રજાઓ રદ
ઉત્તરાખંડ ,મહારાષ્ટ્ર , રાજસ્થાન, ગુજરાતાના ગાંધીનગર, મહેસાણા, કરછ અને રાજકોટ, અમદાવાદથી અલગ અલગ વિસ્તારમાંથી આરોપી ધરપકડ કરી છે.તમને જણાવી દઈએ કે, અમદવાદ રથયાત્રાને લઈને ડીજીપીનો આદેશ સામે આવ્યો હતો. 10 થી 17 જુલાઈ સુધી પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. અનિવાર્ય સમજો સિવાય પોલીસકર્મીને રજા મળશે નહીં.ક્રાઈમ બ્રાન્ચ અને શહેર પોલીસ સતત પેટ્રોલિંગ કરશે.