Breaking News : અમદાવાદ-રાજકોટ હાઇવે સતત બીજા દિવસે બંધ, જુઓ Video

| Edited By: | Updated on: Jul 25, 2026 | 11:24 AM

ભારે વરસાદથી અમદાવાદ જિલ્લામાં ભારે મુશ્કેલી પડી રહી છે. અમદાવાદ-રાજકોટ હાઇવે પણ પાણી ભરાયા છે.અમદાવાદથી બગોદરા સુધીનો હાઇવે બંધ કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ દ્વારા લોકોને પ્રવાસ ન ખેડવા અપીલ કરી છે.

અમદાવાદમાં બે દિવસના વરસાદથી અમદાવાદ જિલ્લામાં ભારે મુશ્કેલી સર્જાય છે.અમદાવાદ રાજકોટ હાઇવે પણ પાણી ભરાયા છે. અમદાવાદ થી બગોદરા સુધીનો હાઇવે બંધ કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. હાઈવેની બંને બાજુ પાણી ભરાયા છે. હાઇવે પર પાણી ભરાતા વાહનચાલકો માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

અમદાવાદ-રાજકોટ હાઇવે બંધ

બગોદરા કે રાજકોટ જવા માટે ધોલેરા એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.આર્મી, એનડીઆરએફ, એસડીઆરએફ, જિલ્લા પોલીસ, ફાયર દ્વારા કામગીરી ચાલી રહી છે. આસપાસના ગામડામાંઓ માં પણ પાણી ભરાતા મુશ્કેલી સર્જાય છે. કોઈ મોટી જાનહાનિ ન થાય તે માટે હાઈવે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. તેમજ પાણી ભરાવાના કારણે હાઈવે બંધ કરવામાં આવ્યો છે.

અમદાવાદથી સૌરાષ્ટ્ર જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરવો

બગોદરા અમદાવાદ હાઇવે પાણીમાં ગરકાવ થતા બંધ કરવામાં આવ્યો છે.ભારે વરસાદના કારણે બાવળા સરખેજ હાઇવે ના કેટલા ભાગો માં પાણી ભરવાના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. સરી પાટીયા નજીક મેલડી માતાના મંદિર પાસે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પાણી ભરાયા છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક દ્વારા વાહન ચાલકોને બગોદરા થી અમદાવાદ જવા માટે ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવેનો વૈકલ્પિક રસ્તા તરીકે ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી રહી છે.પોલીસ તંત્રએ બિનજરૂરીમુસાફરી ટાળવા પાણી ભરાયેલા રસ્તા ઉપર ન જવા અપીલ કરી છે. સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે.

 

Breaking News : અમદાવાદમાં વરસાદે 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો, બોપલમાં 20 ઈંચ વરસાદ, જુઓ VIDEO અહી ક્લિક કરો

Published on: Jul 25, 2026 11:00 AM
Follow Us