Makarba Bridge controversy: તંત્રનું બુદ્ધિપ્રદર્શન કે ઘોર બેદરકારી? TV9 એ નિર્માણ વખતે જ ચેતવ્યા હોવા છતાં મનપા ઊંઘતી રહી

Makarba Bridge controversy: તંત્રનું બુદ્ધિપ્રદર્શન કે ઘોર બેદરકારી? TV9 એ નિર્માણ વખતે જ ચેતવ્યા હોવા છતાં મનપા ઊંઘતી રહી

| Edited By: | Updated on: Sep 26, 2026 | 7:53 PM

અમદાવાદ-બોટાદ રેલવે લાઇન પર એસજી હાઇવે અને જુહાપુરાને જોડતા નવનિર્મિત મકરબા ઓવરબ્રિજના લોકાર્પણના બીજા જ દિવસે ટ્રાફિકજામની ભયાનક સ્થિતિ સર્જાઈ છે. બ્રિજની ખામીયુક્ત ડિઝાઇન અંગે TV9 દ્વારા 6 મહિના પહેલાં અને નવેમ્બર 2025માં અહેવાલ પ્રસારિત કરી તંત્રને ચેતવવામાં આવ્યું હતું, છતાં મનપા અને એન્જિનિયરોની ઘોર બેદરકારીના કારણે હજારો વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે.

અમદાવાદ-બોટાદ રેલવે લાઇન પર મકરબા ખાતે એસજી હાઇવે અને જુહાપુરાને જોડતા નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યા બાદ લોકોની સુવિધા વધવાને બદલે મુશ્કેલીઓ બમણી થઈ ગઈ છે. બ્રિજના છેડા પર સીધા ચાર રસ્તા આવી જતા અને ડિઝાઇનમાં ગંભીર ખામી હોવાને લીધે સર્જાયેલા ભારે ટ્રાફિકજામને પહોંચી વળવા માટે મનપાને લોકાર્પણના બીજા જ દિવસે કોર્પોરેટ રોડનો મુખ્ય માર્ગ બંધ કરી ડાયવર્ઝન આપવાની ફરજ પડી છે.

TV9 ના અગાઉના અહેવાલની તંત્રએ કરી ઘોર ઉપેક્ષા

ઉલ્લેખનીય છે કે, જ્યારે આ બ્રિજની ડિઝાઇન મંજૂર કરવામાં આવી હતી ત્યારે જ TV9 દ્વારા ડિઝાઇનમાં રહેલી ગંભીર ટેકનિકલ ત્રુટિઓ અંગે અહેવાલ પ્રસારિત કરીને ચેતવણી આપવામાં આવી હતી. એટલું જ નહીં, આશરે 6 મહિના અગાઉ જ્યારે બ્રિજનું નિર્માણ ચાલુ હતું ત્યારે પણ TV9 એ 14 નવેમ્બર 2025 ના રોજ ગ્રાઉન્ડ રિપોર્ટ રજૂ કરી બતાવ્યું હતું કે બ્રિજ નીચેનો ટ્રાફિક બોટલનેક બનશે. રેલવે ફાટક પાસેથી પસાર થતા ભાગની ડિઝાઇન કામ પૂરું કરવા ખાતર બદલાઈ હતી, પરંતુ વાહનવ્યવહારની સુવિધા માટે કોઈ સુધારો ન કરાયો. આટલા ખુલાસા છતાં બ્રિજ બનાવનાર એજન્સી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સત્તાધીશોની ઊંઘ ઊડી નહોતી.

વાહનચાલકોની કફોડી સ્થિતિ અને તંત્રનું થીગડાં મારતું આયોજન

બ્રિજ ઉતરતાની સાથે જ સિગ્નલ ન હોવાથી અકસ્માત અને જામ ટાળવા માટે ‘કેપ્સ્યુલ ડિઝાઇન’ અને બ્રિજ નીચે થઈને રેલવે ફાટક પાસે યુ-ટર્ન આપવામાં આવ્યો છે. પ્રહલાદનગરથી મકરબા અંડરપાસ તરફનો કોર્પોરેટ રોડ અચાનક બંધ કરી દેવાતા સ્થાનિક નાગરિકો અને ઓફિસ જતા વાહનચાલકોએ હવે 500 મીટર ફરીને જવું પડી રહ્યું છે.

પરિસ્થિતિ થાળે પાડવા માટે ટ્રાફિક પોલીસને સ્થળ પર 8 થી વધુ જવાનો તહેનાત કરવા પડ્યા છે. એન્જિનિયરો અને મનપા તંત્રની આ અણઘડ નીતિ અને ઘોર બેદરકારીનો ભોગ હવે દરરોજ હજારો નિર્દોષ વાહનચાલકો બની રહ્યા છે.

With Input-Jignesh Patel

Vadodara Breaking: “પગ દુખતા હોય તો ઘરે રહેવાય”- વડોદરામાં VMC પદાધિકારીઓની કાર રોકાતાં DCP અને સ્ટેન્ડિંગ ચેરમેન આમને-સામને

Published on: Sep 26, 2026 07:51 PM
Follow Us
Loading...
Unable to load recommendations.