Breaking News : અમદાવાદ જગન્નાથજીની રથયાત્રામાં હાથીની સુરક્ષા અને શાંતિ માટે ખાસ નિર્ણય, હાથી પસાર થયા બાદ જ DJ વગાડાશે

| Updated on: Jul 16, 2026 | 10:28 AM

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મીં રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે. અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ ભગવાન જગન્નાથની 149મીં રથયાત્રા ગજરાજ ખમાસા પહોચ્યા છે. ગયા વર્ષે બેકાબૂ થયેલ હાથીને યાત્રામાં સૌથી આગળ રાખવામાં આવ્યો છે.
હાથી સાથે વેટરનરી ડોક્ટરની વિશેષ ટીમ પણ છે. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી અને મહારાજ પણ હાથી સાથે ચાલી રહ્યા છે. તમામ 18 હાથીઓ પર CCTV અને ડિસેબલ મીટર લગાવવામાં આવ્યા છે.

રથયાત્રામાં હાથી પસાર થાય ત્યાં સુધી DJ પર બ્રેક!

હાથીના સંતુલન પર નજર રાખવા જાયરોસ્કોપ લગાવવામાં આવ્યા છે. હાથી પસાર થઈ રહ્યા છે ,ત્યાં DJ સિસ્ટમ બંધ જોવા મળી રહી છે.તેમજ હાથી પસાર થયા બાદ જ DJ ચાલુ કરવા સૂચના આપવામાં આવી છે.

હાથીની સુરક્ષા અને શાંતિ માટે ખાસ નિર્ણય

જય જગન્નાથ જય જગન્નાથ સાથે અમદાવાદમાં આજે 149મી રથયાત્રા નિહાળવા શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે.વહાલાને વધાવવા ભાવિકો આતુર છે. રથયાત્રામાં 18 ગજરાજ, 18 ભજન મંડળી જોડાય છે. તેમજ 30 અખાડા, 101 ટ્રક સાથે શોભાયાત્રા નીકળી છે. “નાથ”ના દર્શન માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રથયાત્રાના 16 કિમી રૂટ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.હાથી પસાર થાય ત્યાં DJ સિસ્ટમ બંધ, તેમજ હાથી પસાર થયાં બાદ DJ ચાલુ કરવા સૂચના આપવામાં આવી છે. પ્રથમવાર ‘એલિફન્ટ સ્ક્વોડ’ની તૈનાતી કરાઈ છે.

 

Ahmedabad Rath Yatra 2026 : CM ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રાંરભ કરાવ્યો અહી ક્લિક કરો

Follow Us